રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. રાહુલ આજે ઉત્તર ગુજરાતના અરવલ્લી અને મધ્યગુજરાતના દાહોદ, મહિસાગર જિલ્લામાં લોકો સાથે મુલાકાત કરશે અને રાત્રે દિલ્હી પરત ફરશે. રાહુલ ગાંધીએ વરિષ્ઠ નેતા ઈરશાદ બેગ મિરજાના નિધન પર તેમના પરિવારને મળીને શોક પ્રગટ કર્યો હતો.
ત્યારબાદ ગાંધીનગરમાં રાહુલે મધુસુદન મિસ્ત્રીને સાંત્વના આપી હતી મધુસુદન મિસ્ત્રીના પુત્રનું હ્ર્દય રોગથી નિધન થયું હતું. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાજ્યસભા સાંસદને ઘરે પહોંચીને દુઃખની ઘડીમાં સાંત્વના આપવા પહોંચ્યા હતા. પુત્રના નિધનને પગલે તેમને સાંત્વના આપી હતી.