ગુજરાત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (જીએફએસયુ) ના ડેપ્યુટી ડાયરેક્ટર આર.એન ગુણા જણાવે છે કે, સાઇબર ક્રાઇમ એ ખૂબ મોટી વૈશ્વિક સમસ્યા છે સાયબર ક્રાઈમ નેટવર્કને કારણે આરોપી આંતરરાષ્ટ્રીય સ્તરે ગુના આચરે છે . ત્યારે વિશ્વભરની સુરક્ષા એજન્સીઓ પણ એકબીજા સાથે સંકલન સાધી ને કામ કરે છે ખૂબ જ જરૂરી છે.
મિનિસ્ટ્રી ઓફ એક્સ્ટર્નલ અફેર્સ , દિલ્હી દ્વારા અધિકારીઓને ટ્રેનિંગ માટે મોકલવામાં આવ્યા છે.
ગુજરાત એફ.એસ.એલ અને ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સીટીના સંયુક્ત ઉપક્રમે જુદી-જુદી સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ અહીં અલગ અલગ લેવા માટે આવે છે.
હાલમાં મ્યાનમારના 20 અને બાંગ્લાદેશના 10 ઉચ્ચ પોલીસ અધિકારીઓ ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે ટ્રેનિંગ લેવા માટે આવેલા છે. જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર, એસપી અને એડી.એસ.પી જેવા પોલીસ અધિકારીઓ લઇ રહ્યા છે. જેમાં ખાસ કરીને સાયબર ક્રાઇમ થાય ત્યારે શું કરવું, કયા પ્રકારની કાળજી લેવી કઈ રીતે તપાસ કરવી કમ્પ્યુટરનો ડેટા સીઝ કરવો અને ગુનો કઈ રીતે ઉકેળવો તે બાબતે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.