મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાંં આજે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળશે જેમા ડેપ્યુટી સીએમ નિતીન પટેલ પણ હાજર રહેશે. હાલમાં ચાલી રહેલા પદ્માવત ફિલ્મના વિરોધને લઇને ચર્ચા કરવામાં આવશે. પદ્માવતને લઇને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે.
આ ઉપરાંત બેઠકમાં ખેડૂતો માટે નર્મદા નદીના પાણી મુદ્દે પણ ચર્ચા કરાશે. તેમજ મગફળીની ખરીદી અને ગેરરીતી મામલે ચર્ચા કરાશે. અને આવનારા આગામી બજેટ અંગે ચર્ચા કરવામાં આવશે.