આગામી વિધાનસભાને અનુલક્ષીને ગાંધીનગર જિલ્લાના પોલીસ સ્ટેશનોના જુદા જુદા ગુનાઓમાં નાસતા ફરતા હોય તેવા આરોપીઓને ઝડપી પાડી તાત્કાલિક કાર્યવાહી કરવાનો જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવે તમામ અધિકારીઓને સૂચના આપી છે. જયારે ક્રાઇમબ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી જેડી પુરોહિતે નાસતા ફરતા આરોપીઓ વિરુદ્ધ ખાસ ઝુંબેશ ઉપાડી હતી.
આ ઝુંબેશના ભાગરૂપે ગઈ કાલે ક્રાઇમબ્રાન્ચનાં પોલીસ સબ ઇન્સ્પેકટર યુ આર નલવાયા, અ હે કોન્સ, રાજેન્દ્ર સિંહ જવાનસિંહ તેમજ તેમની ટીમે મળેલી માહિતીના આધારે નાસતા ફરતા આરોપી સુભાષ ચંદ્ર ચીમનલાલ ઠક્કરને અડાલજ વૈષ્ણોદેવી સર્કલ પાસેથી ઝડપી પાડ્યો હતો.
આરોપી આ પહેલા પણ કણભા, નરોડા, સાણંદ તથા દહેગામ પોલીસ સ્ટેશનમાં જમીન અંગેની છેતરપિંડીમાં પકડાયો છે તેની અમદાવાદ ગ્રામ્યમાં પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે