ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા તરીકે કોંગ્રેસે પક્ષે પરેશ ધાનાણીના નામની જાહેરાત કરવામાં આવી છે. 22 જાન્યુઆરીના રોજ વિપક્ષ નેતા તરીકે શપથ લીધા છે. સવારે 9 વાગેે સોમવારે વસંત પંચમીના રોજ પરેશ ધાનાણી વિરોધપક્ષના નેતા તરીકે શપથ ગ્રહણ કર્યા અને વિરોધપક્ષના નેતાનો કાર્યભાળ સંભળાયો હતો. જેની શપથવિધિ ગાંધીનગર સચિવાલય ખાતે રાખવામાંં આવી હતી.
આ શપથવિધિ સમયે કોંગ્રેસના ધારાસભ્યો અને અનેક નેતાઓ હાજર રહ્યા હતા. તેમણે પોતાના કાર્યલયમાંં વિપક્ષ નેતા તરીકેના ચાર્જ સંભાળતા પૂર્વે પૂજા વિધિ કરી હતી.
કોંગ્રેસ પક્ષના યુવા નેતા પરેશ ધાનાણી આજે વિધિવત રીતે વિધાનસભાના વિરોધપક્ષના નેતા તરીકે સત્તાવાર ચાર્જ સંભાળ્યો છે. ત્યારે હવે પરેશ ધનાણી કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોની એક મહત્વની બેઠક કરશે. આ બેઠકમાં વિધાનસભામાં ખેડૂતો, યુવાઓ, મહિલા સુરક્ષા સહિતના પ્રશ્નોને ભાજપ સરકારને કેવી રીતે ઘેરવી તેની રણનીતિ તૈયાર કરાશે.