ગુજરાતમાં કોને ગાંધીનગરની સીટ આપવી તે ભાજપ માટે અધરુ બની ગયું છે. અત્યાર સુધી ગાંધીનગરની સીટ પર અટલ બિહારી વાજેપાયી અને બાદમાં લાંબા સમય સુધી લાલકૃષ્ણ અડવાણીએ એ સીટ પર પોતાનો પગદંડો જમાવ્યો હતો. ગત્ત લોકસભાની ચૂંટણીમાં પણ તે બેઠક અડવાણી અને ભાજપના ખાતામાં ગઈ હતી, પણ હવે આ બેઠક કોને આપવી તે ભાજપ માટે સમસ્યા સમાન બની ગયું છે. પેનલ દ્રારા વર્તમાન સાંસદ લાલ કૃષ્ણ અડવાણીના નામ પર સમર્થન નથી કર્યું. જ્યારે બોર્ડ અત્યાર સુધી 20 સીટોને લઈને ઉમેદવારની ચર્ચા કરી ચૂક્યું છે. તેનો અર્થ છે કે ભાજપ હવે અડવાણીના નામથી ધરાઈ ચૂક્યું છે.
ભાજપ રાજ્ય સંસદીય બોર્ડ કેન્દ્રિય સંસદીય બોર્ડ સીટ-વાર ત્રણ નામની પેનલનું સમર્થન કરશે. ગુજરાતમાં નામાંકન દાખલ કરવાની અંતિમ તારીખ 4 એપ્રિલ અને 23 એપ્રિલ પસંદ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે ગુજરાત ભાજપની સંસદીય બોર્ડની બેઠકનો આજે અંતિમ દિવસ છે. જેમાં બાકી સીટો માટે પેનલ બનશે. રાજ્યની 26 બેઠકો માટે ફાઈનલ ઉમેદવારની પસંદગી ભાજપની કેન્દ્રિય ચૂંટણી સમિતિ કરશે. જેમાં મોદી અને અમિત શાહ સામેલ છે. બેઠકમાં સામેલ એક નેતાએ કહ્યું છે કે, નિરીક્ષકોની રિપોર્ટના આધારે અનુરોધ કર્યો છે કે રાષ્ટ્રીય સ્તરના નેતાને સીટ આપી મેદાનમાં ઉતારવામાં આવે. અત્યાર સુધી કોઈ નામ ચર્ચામાં નહોતું, અડવાણીનું પણ નહીં.