ગાંધીનગર, 19 માર્ચ 2020
ગુજરાત સરકારને પોતાની 16 ટીવી ચેનલો છે. પણ હવે ગુજરાતી ભાષાની 10 ટીવી ચેનલો પર શિક્ષણના ટ્યૂશન ક્લાસ ઊંચી ફી ચૂકવીને રૂપાણી સરકારે 19 માર્ચ 2020થી શરૂં કર્યા છે. જે 28 માર્ચ સુધી બતાવાશે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓને ટીવી ચેનલ પર ભણાવવાનો નિર્ણય કરીને ગુજરાતની તમામ ટીવી ચેનલોને 10 દિવસ રોજ 1 કલાક ઓનલાઇન શિક્ષણ – ટ્યૂશન આપવા માટે આદેશ કર્યો છે. 19 માર્ચ 2020થી તમામ 10 ગુજરાતી ટીવી ચેનલોમાં બતાવાશે. જેમાં કેટલીક સેટેલાઈટ છે અને કેટલીક સેટેલાઈટ નહીં પણ કેબલથી ગુજરાતમાં ચાલે છે.
કયા વિષયો
ધોરણ 7 થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને મહત્વના વિષયોનું રિવિઝન-પૂનરાવર્તન કરાશે. જેમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, ફિઝીકસ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ, એકાઉન્ટન્સી, ના વિષયોનો અભ્યાસ વિષય નિષ્ણાંત શિક્ષકો કરાવશે.
કેટલી ટ્યૂશન ફી
એક અંદાજ પ્રમાણે રૂ. 5થી 10 કરોડનું ખર્ચ થઈ શકે છે. જેને પેઈડ સ્લોટ કહાવામાં આવે છે. ગુજરાત વિધાનસભાનો કાર્યક્રમ દરેક ટીવીમાં બતાવવામાં આવે છે તેના પ્રજાના ખિસ્સામાંથી નાણાં ચૂકવવામાં આવે છે. એવી જ રીતે શિક્ષણ પાછળ રૂ.10 કરોડ જેવું જંગી ખર્ચ થશે. કોરોના વાયરસના કારણે શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. તેથી શાળાના બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે આ નિર્ણય લેવાયો છે.
કેટલું પેમેન્ટ
દરેક ચેનલને રૂ.1 લાખથી રૂ.5 લાખ એક કલાકના ચૂકવાશે. આમ 10 દિવસમાં 10 ચેનલોને આ રીતે નાણાં ચૂકવવામાં આવશે. તે હિસાબે ઘણી મોટી રકમ ખર્ચ કરવામાં આવશે. તેની સામે શિક્ષક સંગઠનો માસ પાસ કરવા માટે માંગણી કરી રહ્યાં છે. તમામ શાળાઓમાં શૈક્ષણિક કામ પૂરું થઈ ગયું છે.
સરકારની 16 ચેનલો
2015માં ગુજરાત સરકારે 16 નવી ટીવી ચેનલ શરૂ કરવા નિર્ણય કર્યો હતો. ગાંધીનગર સ્થિત ભાસ્કરાચાર્ય ઈન્સ્ટિટયુટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઈન્ફોર્મેટિક્સ-બાયસેગ (Bhaskaracharya Institute for Space Applications and Geo-informatics – BISAG) દ્વારા 16 નવી ટીવી ચેનલ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાત સરકારની નોડલ એજન્સી તરીકે કાર્યરત બાયસેગને ભારત સરકારના અંતરિક્ષ વિભાગે દૂરદર્શનના સેટેલાઈટનો ઉપયોગ કરવાની મંજૂરીઓ આપી દીધી હતી.
2 ચેનલ 2012થી ચાલે છે
અને ગુજરાત સેટકોમ નેટવર્ક-ગુજસેટના કાર્યક્રમો દર્શાવતી ચેનલ ડીડીની ડાયરેક્ટ ટુ હોમ ર્સિવસ ઉપરથી મફતમાં આપવાનું નક્કી કર્યું હતું. ગુજસેટ 2012થી બે ચેનલ દ્વારા ટેકનોલોજી, આરોગ્ય, કૃષિ સહિતના વિષયોની તાલિમ, શિક્ષણ અને વિસ્તરણ જેવા કાર્યક્રમોનું પ્રસારણ કરે છે. આ સુવિધાનો ઉપયોગ અત્યારે પંચાયતો અને શૈક્ષણિક સંસ્થાઓ પુરતો મર્યાદિત છે, કારણ કે, તેનું પ્રસારણ બાયસેગના સેટેલાઈટ દ્વારા કરવામાં આવે છે.
24 કલાકની ચેનલ
સાયન્સ અને ટેકનોલોજી વિભાગે 24 કલાકની 16 નવી ચેનલ માંથી 12 ચેનલ ઉપરથી સાયન્સ, ટેકનોલોજી,ગણિત, આરોગ્ય અને લોક કેળવણી જેવા વિષયોને સ્પર્શતા શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ કરવામાંનું નક્કી કરાયું હતું. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ટેકનોલોજી શિખવા માગતા, દુનિયામાં આવી રહેલા બદલાવને જાણવા માગતા નાગરિકોને આવરી લેતા કાર્યક્રમો એક પ્રકારે ટયુશન આપવાનું નક્કી કરાયું હતું.
સેટેલાઈટ બેન્ડ વીથ સાથે સુવિધા
બાકીની બે ચેનલનો ઉપયોગ સરકારી યોજનાઓ, લોકપ્રશ્નો-સંવાદ માટે કરવાનો હતો. અત્યારે બે ચેનલ દ્વારા બાયસેગથી મર્યાદિત ગ્રામ પંચાયત અને સ્કૂલોમાં ટેલિકાસ્ટિંગ થાય છે. જ્યારે કે.યુ.-બેન્ડ વીથ ડિજિટલ બ્રોડકાસ્ટિંગ અપલિંક સ્ટેશનને ભારત સરકારના સેટેલાઈટ વીથ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ પાસેથી ખરીદવામાં આવ્યો છે. તેની મંજૂરી અંતરિક્ષ વિભાગે પણ આપી છે. ગુજરાતમાં ઘરેઘરે બાયસેગની ચેનલોનું પ્રસારણ 2015થી થઈ જવાનું હતું.
Jio TV પર વંદેગુજરાત ચેનલ,
જિઓ ટીવી પર વંદેગુજરાત ચેનલ છે. ચેનલ 1 થી 16 ઉપયોગી છે. ધોરણની વિદ્યાર્થી ચેનલ વંદેગુજરાત 1 થી 6 ગુજરાત વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી ચેનલ.