અત્યાર સુધી ગુજરાત માં દારૂબંધી હોવા છતાં લોકો દારૂ પીને બિન્દાસ રીતે જાહેર માં ધમ પછાડા કરતા હતા તે હવે જુના દ્રષ્યો થઈ જશે કેમકે આજથી ગુજરાતમાં દારુબંધીનો કડક અમલ શરૂ થઈ જશે.રાજયના ગૃહવિભાગે મંગળવારે તમામ એસપી,રેન્જ આઇજી,પોલીસ કમિશ્નર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વિડીયોકોન્ફરન્સ કરીને કાયદાનો ચુસ્ત અમલ થાય તે માટે સજજ રહેવાની તાકિદ કરી હતી.એકંદરે પોલીસનું વલણ પણ પીધુ તો જેલમાં પુરાઈ જશો.તેવો સંકેત ગૃહમંત્રીએ આપ્યો છે.
રાજયપાલ ઓ.પી.કોહલી મંગળવારે કાયદાને પણ મંજૂરી આપી દેશે તેવું જાણવા મળ્યું છે.ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે 31 ડિસેમ્બરના એક સપ્તાહ પહેલા જ પોલીસે નાકાબંધી કરીને વાહન ચેકીંગ,હોટલો-ફાર્મહાઉસમાં રેડ પાડીને દારૂબંધીનો ચુસ્ત અમલ કરાવશે.કાયદા વિશે જણાવતા ગૃહમંત્રી જાડેજાએ કહ્યું હતું કે રાજયપાલ ઓ.પી.કોહલી દારૂબંધીના કાયદા માટે હકારાત્મક છે અને બુધવારે સહીં કરે તેવી અમને અપેક્ષા છે.રાજય સરકાર વિડીયોકોન્ફરન્સ કરીને પોલીસ અધિકારીઓને કાયદામાં અપાયેલી સમજ,લેવાના પગલા અને જોગવાઇઓની સમજ આપી હતી.
આ કાયદા હેઠળ કોઇપણ વ્યકિત દારૂ વેચતો હોય,હેરાફેરી કરતો હોય કે પીતો હોય તો પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરે તો કેવા પગલા ભરી શકાય તેની સમજ પોલીસ અધિકારીઓને આપવામાં આવી હતી.એકંદરે પોલીસનું વલણ પીધું તો પુરાઇ જશો તેવું રહેશે તેવો સંકેત ગૃહમંત્રીએ આપ્યો હતો.કાયદાના અમલ માટે રાજયમાં સ્ટેટ મોનીટરીંગ સેલની સ્થાપના કરવામાં આવી છે.આ સેલના વડા તરીકે હસમુખ પટેલ સમગ્ર રાજયમાં કાયદાનો ચુસ્ત અમલ કરાવશે તેવો વિશ્વાસ ગૃહમંત્રી જાડેજાએ વ્યકત કર્યો હતો.તેમણે કહ્યું હતું કે કાયદાનો કડકાઇથી અમલ થાય તે માટે ટોલ ફ્રી નંબર પર રાજયના નાગરિકો ફીડબેક આપી શકશે.
આ નંબર પર કોઇપણ નાગરિક મેસેજ,વોટસએપ કરીને પણ દારૂબંધીની હેરાફેરી કરતા કે દારૂ પીને ધમાલ કરતા તત્વોની માહિતી આપી શકશે.દરમિયાનમાં ડીજી પી.પી.પાંડેએ 31મી ડિસેમ્બરે રાજયભરમાં પાર્ટીનો માહોલ હોઇ છે પણ તેમાં દારૂની રેલમછેલ ન થાય તે માટે પોલીસ કડક પગલા ભરશે તેવી ખાતરી ઉચ્ચારી હતી. આમ નાતાલ પૂર્વે કાયદો અમલ માં આવી જવાથી બંધણીઓ દુઃખી થઈ ગયા ના વાવડ જાણવા મળી રહ્યા છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.