રાજ્ય માં સરપંચ ની ચૂંટણી પૂર્ણ થતાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા જીત ના દાવા કરવામાં આવી રહ્યા છે ગુજરાતની ૮,૬૨૪ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ અને સભ્ય પદ માટે ગુરૂવારે મત ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગઇકાલે મોડી રાત સુધી મતગણતરીની પ્રક્રિયા ચાલી હતી. રાત્રે મોડેસુધીમાં સરપંચ પદ માટે 5854 બેઠકોના પરિણામો જાહેર થયા હતા. સરપંચ પદ માટે ૧૬૫૫ ઉમેદવાર બિનહરિફ જાહેર થયા હતા. જ્યારે સભ્ય પદ માટે 31766 વોર્ડના પરિણામ જાહેર થયા હતા. સભ્ય પદ માટે ૯૦,૦૪૨માંથી ૩૩,૬૨૦ સભ્યો બિનહરીફ જાહેર થયા હતા. સ્ટેટ ઈલેકશન કમિશને પહેલી વાર ડેશ બોર્ડની વ્યવસ્થા કરી છે, જેમાં પરિણામનું લાઈવ અપડેટ દર્શાવવામાં આવ્યુ હતું જ્યાં જ્યાં મતગણતરી ચાલી રહી હતી ત્યાં ગણતરી પ્રક્રિયામાં કોઈ વિક્ષેપ થયાની ઘટના બહાર આવી નથી. પરિણામોને પગલે હવે ગ્રામ પંચાયતોમાં પહેલી વાર મહિલાઓનો દબદબો પચાસ ટકા કરતાં પણ વધી ગયો છે ,એટલું જ નહિ પરંતુ નોટાના ઉપયોગ પણ પહેલી વાર કરાયો છે. ઉલ્લેખનીય છે કે, ગ્રામપંચાયતની ચૂંટણીમાં કુલ ૮૦.૧૨ ટકા મતદાન થયું હતું. ચૂંટણીમાં કુલ ૧ કરોડ ૩૨ લાખ ૮ હજાર ૩૦૧ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં ૬૯.૨૨ લાખ પુરૂષ અને ૬૨.૮૫ લાખ મહિલા મતદારોએ ભાગ લીધો હતો.
રાજ્યની ગ્રામપંચાયતોની ચૂંટણીઓના જાહેર થયેલા પરિણામોમાં ૮૦ ટકા સરપંચો ભાજપના ચૂંટાઈ આવ્યા હોવાનો દાવો ભાજપ ના અગ્રણીઓ કરી રહ્યા છે રાજ્યની કુલ ૧,૪૦૭ ગ્રામ પંચાયતો સમરસ થઈ છે, જે ભાજપીઓ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે દાવાનો બીજો આધાર અગાઉ યોજાયેલી પેટા ચૂંટણીઓનો લેવાયો છે, જેમાં ૨ નગરપાલિકા સહિત તાલુકા-જિલ્લા પંચાયતોની કુલ ૧૨૫ બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપે ૧૦૭ ઉપર વિજય મેળવ્યો હતો. ભાજપ ના સૂત્રો દ્વારા એમ પણ જણાવાયું હતું કે, બંને સરકારોની કામગીરીને સમર્થન આપતાં લોકોએ ભાજપની તરફેણમાં મતો આપ્યા છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.