ભારત દેશ માં પણ હવે મફત ઇન્ટરનેટ ની સુવિધા ની શરૂઆત થઈ ચૂકી છે અને ગુજરાત ના પાટનગર માં મફત ઈન્ટરનેટ આપવામાં આવનાર છે જેનાથી લોકો માં ખુશી ની લાગણી જન્મી છે ,મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આજે પાટનગર ગાંધીનગરમાં વાઇફાઇ સેવાનું લોકાર્પણ કરાશે અને એ સાથે જ ગાંધીનગર રાજ્યનું પ્રથમ વાઈ-ફાઈ સિટી બની જશે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાને ખર્ચે આ સુવિધા ઉભી કરાઇ છે અને તેનો ખર્ચ 22 કરોડને પહોંચી ગયો છે.ગાંધીનગર મ્યુનિસિપલ કમિશ્નર મોદીએ જણાવ્યું હતું કે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારની 2.02 લાખની વસ્તીમાંથી 1.22 લાખ યુઝર વાઇફાઇ માટે રજિસ્ટર થયાં છે. આ યોજના અંતર્ગત દર 24 કલાકે દરેક રજીસ્ટર્ડ યુઝરને 30 મિનિટ માટે વાઇફાઇ ફ્રી વાપરવા મળશે. એપ્રિલમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી વખતે શહેર આખાને વાઇફાઇ કરવાની જાહેરાત તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કરી હતી.
આ જાહેરાત થયાના આઠ મહિના બાદ આજે મુખ્યમંત્રી રૂપાણી દ્ધારા વાઈ-ફાઈ સિટીનું લોકાર્પણ કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે ગાંધીનગર સિટી વાઇફાઇ પ્રોજેક્ટની કામગીરી મહાનગરપાલિકાને સોંપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ આજે સાંજે 5 કલાકે સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલા ઓડીટોરિયમમાં યોજશે.આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, રાજ્યના મુખ્ય સચિવ જે એન સીંગ, જિલ્લાના પ્રભારી અને મહિલા બાળ કલ્યાણ મંત્રી નિર્મલાબેન વાધવાણી,વિધાનસભાના ઉપાધ્યક્ષ શંભુજી ઠાકોર, મેયર પ્રવિણભાઇ પટેલ, ધારાસભ્ય અશોકભાઇ પટેલ, ગુડાના ચેરમેન આશિષભાઇ દવે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશ,સિટી વાઇફાઇની યોજના સિટી સર્વેલન્સ પ્રોજેક્ટનો ભાગ છે. તેમાં સમાવાયેલી અન્ય બાબતોમાં 8 સ્થળે ડિજીટલ સાઇનેજ બોર્ડ્સ, એસ પી કચેરીમાં એડવાન્સ કંટ્રોલરૂમ, 13 સ્થળોએ પબ્લિક એડ્રેસ સિસ્ટમ, 16 ફેશ ડિટેક્શન કેમેરા, 15 સ્પીડ ડિટેક્શન કેમેરા, 17 સ્થળે પીટીઝેડ મતલબ કે મુવિંગ કેમેરા અને 110 સ્થળે ફીક્સ કેમેરા લગાડાયા છે. ઉપરાંત 5 માર્ગ પર 1000 સ્માર્ટ એલઇડી સ્ટ્રીટલાઇટનો સમાવેશ થાય છે.
તે સિવાય મુખ્ય 14 માર્ગ અને જાહેર સ્થળો ઉપરાંત સેક્ટરોમાં આંતરિક વિસ્તારમાં પણ વાઇફાઇની સુવિધા મળે તેના માટે નગરમાં વિવિધ સ્થળે 755 સ્થળે એક્સેસ પોઇન્ટ સ્થાપી દેવાયા છે. ગાંધીનગર શહેરમાં 70 ટકા વિસ્તારને વાઇફાઇ નેટવર્ક હેઠળ આવરી લેવામાં આવ્યો છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જૈ બી બારૈયાએ જણાવ્યું કે ફ્રી મિનિટ્સ પછી પેઇડ વાઇફાઇના દર પણ સ્પર્ધાત્મક રાખવા માટે વિચારણા કરવામાં આવી છે અને સિટી વાઇડ ઓપન ટુ સ્કાય કનેક્ટિવીટીનું કામ પૂર્ણ કરવામાં આવનાર હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.
નવી પેઢી માં આ ન્યૂઝ આવકાર દાયક રહ્યા છે.

Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.