ગાંધીનગરઃગુજરાત વિધાનસભામાં હાલ ચાલી રહેલા બજેટ દરમ્યાન વિધાનસભાની કેન્ટીનમાં ભોજન ગ્રહણ કરવાના સમયે જ બરાબર કેન્ટીનના ભોજનની દાળમાંથી જીવડું નીકળી પડતા ભારે ચર્ચાઓ ઉઠી હતી આ કેન્ટીનમાં મોટાભાગે સરકારી કર્મચારીઓ અને નેતાઓ ભોજન લેવા આવતા હોય છે, ત્યારે વિધાનસભાની કેન્ટીનમાંથી જ જીવડું નીકળતા રાજ્યમાં ખાદ્ય સુરક્ષાના કાયદાના વાતો પોકળ સાબિત થઈ હતી. દાળમાંથી જીવડું નીકળ્યાનો મેનેજરે ખુદે જ સ્વીકાર કર્યો હતો. આ ઘટનાને લઈ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વિધાનસભા કેન્ટીનમાં તપાસનો શરૂ કરાઈ હતી. અત્રે એ વાત નોંધનીય રહેશે કે
તાજેતરમાં જ રાજ્યના ફૂડ એન્ડ સેફટી વિભાગે પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને તમામ ડેઝીગ્નેટેડ અધિકારીઓને હોટલો, કેન્ટિન અને રેસ્ટોરાંમાં જઇ તાત્કાલિક તપાસ કરવાનું જણાવવામાં આવ્યું હતું. તેમજ રેસ્ટોરન્ટ અને કેન્ટીનનના રસોડાની બહાર નો એડમિશન જેવા બોર્ડ માર્યા હોય, તો તેને દૂર કરાવવાના રહેશે. આ પ્રકારના નિયમો હોવાછતાં ખુદ ગાંધીનગર માંજ જો સ્વચ્છતા ઉપર ધ્યાન અપાતું ન હોય ત્યાં બીજે ની વાત જ ક્યાં કરવી તેવી ચર્ચાઓ ઉઠી હતી.
