Holi 2025 : હોળી પછી સ્માર્ટફોનમાંથી રંગ દૂર કરવાની 3 સરળ રીતો!
Holi 2025 : હોળીનો રંગ તમારા સ્માર્ટફોન પર લાગી ગયો છે? ચિંતા કરવાની જરૂર નથી! કેટલાક સરળ અને અસરકારક ઉપાયો અપનાવીને તમે તમારા ફોનને ફરી ચમકદાર બનાવી શકો છો. ભુલથી પણ કોઈ ખોટા ઉપાય અજમાવશો નહીં, નહીં તો ફોનને નુકસાન થઈ શકે છે. ચાલો જાણીએ 3 અસરકારક પદ્ધતિઓ જેનાથી તમારું ડિવાઇસ સુરક્ષિત અને સાફ રહેશે.
1. માઇક્રોફાઇબર કાપડ અને સુકા વાઇપનો ઉપયોગ કરો
જો તમારા ફોન પર સુકા રંગ કે ગુલાલ લાગ્યો છે, તો સામાન્ય ટિશ્યૂ અથવા કપડાની જગ્યાએ માઇક્રોફાઇબર કાપડથી ધીમે ધીમે સાફ કરો. ભીના કપડાનો ઉપયોગ ન કરો, ખાસ કરીને જો તમારું ફોન વોટરપ્રૂફ ન હોય. જરૂર પડે તો હળવા ભીના વાઇપથી સાફ કરી શકો, પણ પોર્ટ અને સ્પીકરમાં ભેજ ન જાય તેનું ધ્યાન રાખવું.
2. રબિંગ આલ્કોહોલ અથવા સ્ક્રીન ક્લીનર
સ્ક્રીન અથવા બેક પેનલ પર ભીનો રંગ લાગી ગયો હોય તો 70% કે તેથી વધુ આલ્કોહોલવાળો સ્ક્રીન ક્લીનર ઉપયોગ કરો. કોટન પેડ પર થોડું આલ્કોહોલ લગાવી ધીમે ધીમે સાફ કરો. ધ્યાન રાખો કે ચાર્જિંગ પોર્ટ, માઇક કે સ્પીકર ગ્રીલમાં આલ્કોહોલ ન જાય, નહીં તો ડિવાઇસને નુકસાન થઈ શકે.
3. એર બ્લોઅર અને ટૂથપીકથી પોર્ટ સાફ કરો
જો રંગ ચાર્જિંગ પોર્ટ કે સ્પીકર ગ્રીલમાં પહોંચી ગયો છે, તો કાપડ ઘૂસાડીને સાફ કરવાનું ટાળો. તેના બદલે ઠંડી હવાની સેટિંગ પર એર બ્લોઅર અથવા હેર ડ્રાયરનો ઉપયોગ કરો. ટૂથપીકની મદદથી પણ પોર્ટને હળવાશથી સાફ કરી શકાય, પણ વધારે દબાણ ન કરવું જેથી પોર્ટને નુકસાન ન થાય.
આ સરળ ઉપાયો અજમાવીને તમે તમારી ડિવાઇસને સુરક્ષિત અને સાફ રાખી શકો છો.