Elon Musk: એલોન મસ્કે ‘ફ્રોગ’ મીમ અને નવું નામ બદલવું, જાણો પાછળનું કારણ
Elon Musk: વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લા, સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્કે પોતાનું નામ બદલ્યું છે. આ નામ અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે અને લોકોને ચોંકાવી દીધા છે.
એલોન મસ્કનું નવું પ્રોફાઈલ પિક્ચર પ્રખ્યાત ‘ફ્રોગ’ મીમ છે, જેમાં ‘પેપે ધ ફ્રોગ’ સોનેરી બખ્તરમાં અને હાથમાં વિડિયો ગેમ કંટ્રોલર ધરાવે છે. આ મીમ ઘણા સમયથી ઈન્ટરનેટ પર ટ્રેન્ડમાં છે.
ગયા વર્ષે પણ મસ્કે તેની પ્રોફાઇલનું નામ બદલીને ‘મિ. ટ્વિટ’, અને મજાકમાં કહ્યું કે હવે ટ્વિટર મને તેને પાછું બદલવા દેશે નહીં. હવે તેઓએ નવું નામ ‘Kekius Maximus’ પસંદ કર્યું છે, જે એક મેમ ક્રિપ્ટોકરન્સી ટોકન છે. આ ટોકન Ethereum અને Solana જેવા પ્લેટફોર્મ પર આધારિત છે અને તાજેતરમાં તેની કિંમતમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે.
મસ્કે તેની પોસ્ટમાં લખ્યું છે કે Kekius Maximus ટૂંક સમયમાં હાર્ડકોર PoE માં 80 ના સ્તરે પહોંચી જશે, જે ક્રિપ્ટોકરન્સી અને ગેમિંગમાં તેની રુચિ દર્શાવે છે. જો કે, મસ્કે આ બદલાવ શા માટે કર્યો તે સંપૂર્ણપણે સ્પષ્ટ નથી, પરંતુ તેના આ પગલાએ તેને ફરી એકવાર હેડલાઇન્સમાં લાવી દીધી છે.