UPI Rules Change: 1 એપ્રિલથી UPI નિયમો બદલાશે!જાણો કયા પેમેન્ટ એપ્સ પર લાગશે પ્રતિબંધ?
UPI Rules Change: નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (NPCI) દ્વારા 1 એપ્રિલ 2025થી કેટલાક UPI ID બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જો તમે ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ કરતા હો, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. આ ફેરફારના કારણે કેટલાક યુઝર્સ હવે ઓનલાઈન પેમેન્ટ એપ્સ દ્વારા લેનદેન કરી શકશે નહીં. ચાલો જાણીએ કે કોના UPI એકાઉન્ટ બંધ થઈ શકે છે અને તે ચાલુ રાખવા માટે શું કરવું?
કયા લોકોના UPI બંધ થઈ જશે?
NPCI ના નવા નિયમો અનુસાર, નીચેના UPI ID બંધ કરી દેવામાં આવશે-
બેંક એકાઉન્ટ સાથે લિંક નહીં હોય.
ડિએક્ટિવેટ થયેલા મોબાઈલ નંબર સાથે જોડાયેલા હશે.
લાંબા સમયથી ઉપયોગમાં નહીં હોય.
જો તમારું મોબાઈલ નંબર બેંક એકાઉન્ટ સાથે લિંક નથી અથવા એ બંધ પડ્યું છે, તો UPI સેવાઓ ઉપયોગમાં લેવી શક્ય નહીં રહે.
આ એપ્લિકેશન દ્વારા પેમેન્ટ નહીં કરી શકાય
જો તમારું UPI બંધ થઈ જશે, તો તમે નીચે આપેલ ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન્સનો ઉપયોગ કરી શકશો નહીં-
Google Pay
PhonePe
Paytm
BHIM
આ સિવાય અન્ય ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન્સ દ્વારા પણ ટ્રાન્ઝેક્શન શક્ય નહીં રહે. તેથી તમારું મોબાઈલ નંબર સમયસર અપડેટ કરાવવું જરૂરી છે.
UPI ચાલુ રાખવા માટે શું કરવું?
UPI સેવાઓ ચાલુ રાખવા માટે નીચે આપેલા પગલાં ભરવા જરૂરી છે-
- બેંકમાં નોંધાયેલ (Registered) મોબાઈલ નંબર ચેક કરો.
- જો મોબાઈલ નંબર ડિએક્ટિવેટ થઈ ગયો હોય, તો તરત જ અપડેટ કરાવો.
- તમારા બેંક બ્રાંચમાં જઈને KYC પ્રોસેસ પૂરી કરો.
- જો નવું નંબર લિંક કરવું હોય, તો બેંકમાં અરજી કરીને તેને રજિસ્ટર કરાવો.
આ પગલાં દ્વારા તમે 1 એપ્રિલ 2025 પછી પણ તમારી UPI સેવાઓ સરળતાથી ચાલુ રાખી શકશો.