Red Note App: TikTok ને બદલે પોપ્યુલર બનેલી નવી ચાઇનીઝ એપ
Red Note App: TikTok પરના પ્રતિબંધ બાદ અમેરિકામાં એક નવા ચાઇનીઝ એપ “Red Note” (Xiaohongshu) ની ખુબ જ ચર્ચા થઈ રહી છે. આ એપ શા માટે કેન્દ્રમાં છે તે અહીં જાણો.
1. TikTok બેન પછી નવું વિકલ્પ
19 જાન્યુઆરીએ TikTok પર પ્રતિબંધ મૂકાયો હતો. ઇન્સ્ટાગ્રામ જેવા એપ્સનો વપરાશ વધે એવી આશા હતી, પણ તેના બદલે Red Note અમેરિકન યુઝર્સમાં ફાસ્ટ પોપ્યુલર થઈ ગયું છે.
2. ચીનની લાઇફસ્ટાઇલ તમને આશ્ચર્યચકિત કરી દે છે
Red Note પર ચાઇનાના લોકોની શાનદાર લાઈફસ્ટાઈલ જોઈને અમેરિકન યુઝર્સ આશ્ચર્યચકિત છે. ચીનની આલીશાન જીંદગી તેમના “અમેરિકન ડ્રીમ”થી પણ મોખરે છે એવું લાગે છે.
3. ‘અમેરિકન ડ્રીમ’ શું છે?
‘અમેરિકન ડ્રીમ’નો અર્થ છે વધુ સારી અને શાનદાર જીવનશૈલી. પરંતુ Red Note પર ચાઇનીઝ જીવનશૈલી જોઈને લોકો આ ભ્રમમાં છે કે સાચું સપનુ તો ચીન જીવે છે.
4. સેલિબ્રિટી હાજરી
Red Note પરએલોન મસ્કની માતા માય મસ્ક, કિમ કાર્ડેશિયન અને મારિયા કેરી જેવી હસ્તીઓ એક્ટિવ છે, જે તેને વધુ આકર્ષક બનાવે છે.
શું Red Note TikTokને બદલી શકશે?
TikTok પરના પ્રતિબંધ બાદ Red Note પોતાની જગ્યાએ મોટું નામ બનાવવામાં સફળ રહ્યું છે. પરંતુ પ્રશ્ન હજુ પણ રહે છે કે શું આ એપ ખરેખર TikTok જેટલી લોકપ્રિય બનશે કે માત્ર એક ટ્રેન્ડ બની રહેશે.