કિંગ ખાન કોઇને કોઇ રીતે ચર્ચામાં રહેતો જ હોય છે પરંતુ આ વખતે કિંગ ખાનની કેટલીક અદાઓએ લોકોના દિલ ચોરી લીધા છે. વાત જાણે એમ બની કે જ કિંગ ખાન મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યો હતો, જ્યાં સુરક્ષાકર્મીઓએ તેને રોક્યો હતો. આ દરમિયાન કંઈક એવું બન્યું કે હવે આ વીડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. અને નેટીજન્સ તેની પ્રશંસા કરી રહ્યા છે. શાહરૂખ ખાન ગુરુવારે સાંજે તેની ટીમ સાથે મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યો હતો. જ્યાં એરપોર્ટ પર પહોંચતા જ સુરક્ષાકર્મીઓએ તેને રોકી લીધો હતો. અને તેનો પાસપોર્ટ ચેક કર્યો ત્યારે ખૂબજ ધીરજથી શાહરૂખે પોતાનો પાસપોર્ટ બતાવ્યો અને સરક્ષાકર્મચારીઓને ચેકિંગ પણ કરવા દીધું અને આ આખી ઘટના દરમિયાન ખાસ બાબત એ હતી કે શાહરૂખ તેના ચેકિંગ દરમિયાન સરક્ષાકર્મચારીઓને સ્માઇલ આપીને એકદમ સરળતાથી કો એપરેટ કરી રહ્યો હતો.
શાહરૂખ તેની મેનેજર પૂજા દદલાની સાથે એરપોર્ટ પરિસરમાં પહોંચ્યો હતો. આ સમય દરમિયાન, તેણીએ બ્લેક પેન્ટ સાથે બ્લેક જેકેટ પહેર્યું હતું અને બ્લેક શેડ્સ અને હેર બેન્ડ સાથે એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો.
Baadshah on the Move! SRK looks dapper as he walks into the Mumbai Airport!@iamsrk #ShahRukhKhan #SRK #Dunki pic.twitter.com/9YGUPPMtEw
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) November 30, 2023
નેટીજન્સ શાહરૂખની સ્ટાઈલ માટે દિલથી વખાણ કરી રહ્યા છે. વીડિયોમાં તેની ડિમ્પલ સ્માઈલ જોઈને ફેન્સ કહી રહ્યા છે કે તેની આ સ્ટાઈલ જ તેને બીજા કરતા અલગ બનાવે છે. બીજાએ લખ્યું હતું કે એસએરકે એટલે સફળતા. તો ઘણા બધા લોકોએ હાર્ટના ઇમોજીસ શેર કર્યા હતા અને ફેન્સને અભિનેતાના નમ્ર સ્વભાવના વખાણ કરી રહ્યા છે.
નોંધનીય છે કે હાલમાં શાહરૂખની આવનારી ફિલ્મ ડંકી માટે ચર્ચામાં છે. રાજકુમાર હિરાણી દ્વારા નિર્દેશિત ફિલ્મની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 21 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. શાહરૂખની આ વર્ષની આ ત્રીજી ફિલ્મ છે. અગાઉની બે ફિલ્મોની જેમ આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે તેવી દર્શકોને આશા છે. તાપસી પન્નુ અને વિકી કૌશલ આ ફિલ્મમાં પહેલીવાર શાહરૂખ ખાન સાથે મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ મોટા પડદા પર પ્રભાસની ‘સાલાર’ને ટક્કર આપવા જઈ રહી છે.