મુંબઈ : સમગ્ર વિશ્વ અફઘાનિસ્તાનની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. તાલિબાનોએ આ સુંદર દેશ પર કબજો કરી લીધો છે અને ત્યાંની મહિલાઓ અને બાળકો પર અત્યાચાર કરી રહ્યા છે. લોકોને મારી રહ્યા છે. અફઘાન નાગરિકોને તાલિબાનના ડરથી દેશ છોડવાની ફરજ પડી છે. પરંતુ તેઓ ભાગી પણ શકતા નથી. ઘણા માનવાધિકાર સંગઠનો અને મોટા દેશો આ ઘટના પર મૌન બેઠા છે. પરંતુ અફઘાનિસ્તાનથી લઈને દુનિયાભરના કલાકારો તાલિબાનના આ અત્યાચારનો વિરોધ કરી રહ્યા છે.
ઘણા કલાકારો તાલિબાનથી અફઘાનિસ્તાનને મુક્ત કરવામાં મદદ કરવા શક્તિશાળી દેશોને અપીલ કરી રહ્યા છે. આમાંથી એક નામ હવે ટીવીના લોકપ્રિય અભિનેતા અને ‘બિગ બોસ 13’ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું ઉમેરાયું છે. તે ઘણીવાર સામાજિક મુદ્દા અંગે સોશિયલ મીડિયા પર પોતાનું વલણ રજૂ કરે છે. તેમણે તાલિબાનના અત્યાચાર સામે એકજૂથ થનાર મહિલાઓની પ્રશંસા કરી છે.
https://twitter.com/sidharth_shukla/status/1428324374751289350
મહિલાઓની પ્રશંસા કરતા સિદ્ધાર્થ શુક્લાએ પોતાના ટ્વીટમાં લખ્યું, “અફઘાનિસ્તાનની મહિલાઓને પોતાના માટે ઉભા થવા બદલ સલામ.” થોડા દિવસો પહેલા પણ સિદ્ધાર્થ શુક્લાએ અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. પોતાના ઈન્સ્ટાગ્રામ પર બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર શેર કરતા લખ્યું, “અફઘાનિસ્તાનની પરિસ્થિતિ જોઈને દુ:ખ થયું … શું માનવતા હજુ પણ અસ્તિત્વમાં છે !!”
https://www.instagram.com/p/CSjmJr0IHFu/?utm_source=ig_web_copy_link
તમને જણાવી દઈએ કે તાલિબાનના અત્યાચારને જોતા અફઘાન મહિલાઓ તેમની વિરુદ્ધ રસ્તા પર ઉતરી છે. આ મહિલાઓ દેશનો ધ્વજ લઈને રસ્તા પર ઉતરી આવી છે અને તાલિબાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહી છે. તેના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, 3 લાખ અફઘાન સૈનિકો તાલિબાન સામે ઘૂંટણિયે પડી ગયા છે, પરંતુ મહિલાઓ તેમનો સામનો કરી રહી છે. દરેક વ્યક્તિ પોતાના અધિકારો અને હક માટે લડતી આ મહિલાઓની હિંમતને સલામ કરી રહ્યા છે.