કેટરિના કેફ અને વિક્કી કૌશલ પબ્લિસિટી માટે કોઈ ફાલતૂ ડ્રામા કે કંટ્રોવર્સીનો સહારો લેતા નથી. જાણીને નવાઇ લાગશે કે વિક્કી કૌશલ અને કેટરિના કૈફના લગ્ન એન્ડ સમયે કેન્સલ થતા થતા રહી ગયા છે.બોલીવુડનું ફેમસ કપલ કેટરિના કેફ અને વિક્કી કૌશલ પર્સનલ લાઈફને પ્રાઈવેટ રાખવાનું પસંદ કરે છે. આ બંને સેલેબ્સ પબ્લિસિટી માટે કોઈ ફાલતૂ ડ્રામા કે કંટ્રોવર્સીનો સહારો લેતા નથી. કપલ તેમની સિમ્પલિસિટીને કારણે ચર્ચામાં રહે છે. ફેન્સને વિક્કી અને કૈટની જોડી ખૂબ જ પસંદ આવી રહી છે.
કેટરિનાએ લગ્ન પહેલા આપી ધમકી
કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્ન બાબતે એક ખાસ ખુલાસો થયો છે. મીડિયા રિપોર્ટ અનુસાર લગ્ન પહેલા કેટરિના કૈફને એટલો ગુસ્સો આવી ગયો હતો કે, વિક્કી કૌશલને ધમકી આપી દીધી હતી. કેટરિનાએ ગુસ્સામાં કહી દીધું હતું કે, ‘એક કામ કર લગ્ન ન કરીશ.’ એવું શું થયું કે, કેટરિનાને આટલી હદે ગુસ્સો આવી ગયો હતો. કેટરિનાએ આ બાબતે ખુલાસો કર્યો છે.
કેટરિનાએ ગુસ્સામાં લગ્ન કેન્સલ કરી દીધા હોત
વિક્કી કૌશલે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ‘મેં લગ્ન પહેલા ફિલ્મનું અડધુ શુટીંગ કરી લીધું અને લગ્ન માટે રજા લીધી. લગ્નના બે દિવસ પછી મને સેટ પર બોલાવી રહ્યા હતા. એટલે મને ધમકી આપી હતી કે, તારે બે દિવસ પછી સેટ પર જ જવું છે, તો લગ્ન કરીશ. મેં ના પાડી અને 5 દિવસ પછી ફિલ્મના સેટ પર ગયો હતો.’
વિક્કીએ કેટરિનાના કર્યા વખાણ
વિક્કી કૌશલે જણાવ્યું કે, ‘લગ્ન ખરેખર ખૂબ જ સારા રહ્યા છે. પોતાના માટે એક પાર્ટનર શોધવો તે આશીર્વાદ છે. તમને ખરેખર એવું લાગશે કે, તમે ઘરે આવી ગયા છો અને તમને શુકુન મળે છે. આ એક ખૂબ જ સારો અહેસાસ છે અને તે ખૂબ જ સ્વીટ માણસ છે. કેટરિનાની સાથે રહેવું અને લાઈફને એક્સપ્લોર કરવી ખૂબ જ મજેદાર છે. હું તેની સાથે બહુ જ ટ્રાવેલ કરું છું.’