બોલિવુડમાં ઘણીવાર એક્ટ્રેસ ઓપ્સ મોમેન્ટનો શિકાર બનતી હોવાની વાત સાંભળવામાં આવી છે, પરંતુ ભાગ્યે જ એવું જોવા મળે છે કે જ્યારે કોઈ એક્ટર સાથે આવું બને છે, પરંતુ આ વખતે કેમેરાની નજરે વરુણ ધવનને પકડી લીધો છે. સોશિયલ મીડિયા પર વરુણ ધવનનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
દરેક તહેવારની જેમ બોલીવુડમાં દિવાળી પણ ધામધૂમથી મનાવવામાં આવી રહી છે. પાર્ટીની સિઝન દિવાળી પહેલા જ શરૂ થઈ ગઈ છે. પ્રોડ્યુસર રમેશ તુરાનીએ આ દિવાળી પહેલા એક ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં બોલિવુડ સ્ટાર્સ સામેલ થયા હતા. બોલિવુડ એક્ટર વરુણ ધવને પણ આ પાર્ટીમાં હાજરી આપી હતી અને તે ઓપ્સ મોમેન્ટનો શિકાર બન્યો હતો. આ મોમેન્ટનો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એવું તો વરુણ ધવન સાથે શું થયું?
પકડાઈ ગઈ વરુણ ધવનની ભૂલ
બોલિવુડમાં ઘણીવાર એક્ટ્રેસ ઓપ્સ મોમેન્ટનો શિકાર બનતી હોવાની વાત સાંભળવામાં આવી છે, પરંતુ ભાગ્યે જ એવું જોવા મળે છે કે જ્યારે કોઈ એક્ટર સાથે આવું બને છે, પરંતુ આ વખતે કેમેરાની નજરે વરુણ ધવનને પકડી લીધો છે. વરુણ ધવન એક પાર્ટીમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન એક્ટરે એક ભૂલ કરી છે અને લોકોએ તે જોઈ પણ છે. હાલમાં તેની આ ભૂલ પર લોકોના ફની રિએક્શન સામે આવી રહ્યા છે.
ટેગ પર લોકોએ ધ્યાન આપ્યું
રમેશ તુરાનીની ગ્રાન્ડ પાર્ટીમાં જ્યારે વરુણ ધવન પહોંચ્યો ત્યારે વરુણે સ્કાય બ્લુ કલરનો ચિકનકારી કુર્તો પહેર્યો હતો. તેને મીડિયાની સામે આ આઉટફિટમાં અલગ અલગ પોઝ પણ આપ્યો હતા અને તે પછી તે અંદર જવા લાગ્યો. ત્યારે લોકોએ તેના કુર્તામાં ટેગ લટકતો જોયો. પુલકિત સમ્રાટે આ વાત લોકોની સાથે જોઈ. વરુણ ધવનને પુલકિતે તરત જ કહ્યું કે તેનો ટેગ લટકી રહ્યો છે અને પછી તેને અંદર લઈ ગયો.
આવું બોલિવુડમાં ઘણીવાર થાય છે અને બોલીવુડ સ્ટાર્સ જાણે છે કે તેને કેવી રીતે હેન્ડલ કરવું. આવી પાર્ટીઓમાં મોટા ભાગના સ્ટાર્સ ભાડાના ડિઝાઈનર કપડા પહેરે છે, જેના કારણે ઘણી વખત તેમના કપડા પર ટેગ લટકેલા જોવા મળે છે. વરુણના કામની વાત કરીએ તો તે છેલ્લે જાહ્નવી કપૂર સાથે ‘બવાલ’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઈ હતી.