મુંબઈ: બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટી આ દિવસોમાં તેના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાને કારણે ચર્ચામાં છે. રાજ કુન્દ્રાની 19 જુલાઈના રોજ પોર્નોગ્રાફી અને એપ મારફતે પબ્લિશ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આ કેસથી શિલ્પા શેટ્ટી તેના ડાન્સ રિયાલિટી શો ‘સુપર ડાન્સર 4’ થી અંતર રાખી રહી છે. અશ્લીલતા બાબતમાં રાજ કુન્દ્રાનું નામ આવ્યું ત્યારથી શિલ્પા આ શોમાં દેખાઈ નથી.
શિલ્પા શેટ્ટી વગર આ શોનું સતત ત્રીજું સપ્તાહ છે. આવી સ્થિતિમાં અટકળો લગાવવામાં આવી રહી છે કે ચાલી રહેલા વિવાદને કારણે અભિનેત્રીએ શોને અલવિદા કહી દીધું છે. શિલ્પા શેટ્ટીના અભાવને દૂર કરવા માટે, આ અઠવાડિયે નિર્માતાઓ શોમાં બે ખાસ જજ લાવ્યા. પ્રથમ મૌસમી ચેટર્જી અને બીજી સોનાલી બેન્દ્રે. શોમાં પહોંચેલી સોનાલી બેન્દ્રે અને મૌસૂમી ચેટર્જી પણ તેમની ફિલ્મો સાથે જોડાયેલી વાતો શેર કરતા જોવા મળ્યા હતા.
સોનાલી બેન્દ્રે શોમાં કન્ટેસ્ટન્ટ ફ્લોરિના માટે ગિફ્ટ લઈને પહોંચી હતી. તે જ સમયે, અમિત, સંચિત અને પૃથ્વીરાજે સોનાલી બેન્દ્રેના ગીત પર શાનદાર પરફોર્મન્સ આપ્યું, જેને જોઈને અભિનેત્રી ખૂબ ભાવુક પણ થઈ ગઈ અને સાથે સાથે ખુશ પણ દેખાઈ. શિલ્પા શેટ્ટીની ગેરહાજરીની ભરપાઈ કરવા માટે, મેકર્સ દર અઠવાડિયે બોલીવુડ સેલિબ્રિટીને બોલાવીને આ અંતર ભરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
શિલ્પા શેટ્ટી કુંદ્રા, ગીતા કપૂર અને અનુરાગ બાસુ શોમાં નિયમિત જજ હતા. પરંતુ, ગયા અઠવાડિયે, બોલીવુડના સૌથી સુંદર કપલમાંથી એક, જેનેલિયા ડિસોઝા અને રિતેશ દેશમુખ ખાસ મહેમાન તરીકે આવ્યા હતા. બંનેએ તેમના એક રોમેન્ટિક નંબર પર પરફોર્મન્સ પણ આપ્યું હતું. જેણે દર્શકોના દિલ જીતી લીધા હતા.