ફિલ્મ હોય કે ટીવી ઈન્ડસ્ટ્રી કાસ્ટિંગ કાઉચની જાળ દરેક જગ્યાએ જોવા મળે છે. ઘણા જાણીતા ચહેરાઓ તેનો નજીકથી અનુભવ કરી ચુક્યા છે. જેણે વર્ષો બાદ આ મુદ્દે મૌન તોડ્યું તો બધા ચોકી ગયા હતા.
કાવેરી પ્રિયમ
ટીવી સીરિયલ યે રિશ્તા હૈ પ્યાર કેમાં જોવા મળેલી અભિનેત્રી કાવેરી પ્રિયમ પણ આ મુદ્દે વાત કરી ચુકી છે. તેણે કહ્યું હતું કે જ્યારે તે ડેબ્યૂ કરવા જઈ રહી હતી ત્યારે કાસ્ટિંગ ડાયરેક્ટરે તેની પાસે ડિમાન્ડ કરી હતી.
ઈન્ટરવ્યૂમાં જણાવ્યો કિસ્સો
જાણીતી અભિનેત્રી રતન રાજપૂતે પણ થોડા સમય પહેલા આ મુદ્દે વાત કરી હતી. સીરિયલ અગલે જનમ મોહે બિટિયા હી કીજોથી ઓળખ બનાવનારી રતને ખુલાસો કર્યો હતો કે કઈ રીતે લોકો તેને ઓડિશનના નામ પર બેવકૂફ બનાવી કાસ્ટિંગ કાઉચનો શિકાર બનાવતા હતા.
શમા શિકંદરને પણ થયો અનુભવ
શમા સિકંદર જાણીતું નામ છે. ટીવીથી બોલીવુડ સુધી કામ કરી ચુકેલી આ અભિનેત્રી પણ કાસ્ટિંગ કાઉચનો શિકાર થતાં બચી પરંતુ તેણે નજીકથી તેનો અનુભવ કર્યો હતો. તેણે કહ્યું કે ઘણીવાર એવી ઓફર મળી જે ખુબ અસહજ હતી.
ઉર્ફી જાવેદનો બે-બે વાર થયો સામનો
પોતાની બોલ્ડનેસ અને અતરંગી ફેસનથી સોશિયલ મીડિયામાં ધમાલ મચાવનાર ઉર્ફી જાવેદને કોઈ પરિચયની જરૂર નથી. થોડા સમય પહેલા ઉર્ફીએ કહ્યું હતું કે કઈ રીતે તે બે-બે વખત કાસ્ટિંગ કાઉચનો શિકાર બની ચુકી છે.
ઈશા ગુપ્તાને ફિલ્મમાંથી બહાર કરી દેવામાં આવી હતી
બોલીવુડ અભિનેત્રી ઈશા ગુપ્તાનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. ઈશાએ ખુદ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ફિલ્મના કો-પ્રોડ્યૂસરે તેની પાસે ફેવર માંગ્યું હતું અને જ્યારે તેની ના પાડી તો ફિલ્મમાંથી બહાર કરી દેવામાં આવી હતી, જ્યારે અડધુ શૂટિંગ પૂર્ણ થઈ ગયું હતું.