ઈબ્રાહિમ અલી ખાનથી લઈને રાશા થડાની સુધીના સ્ટારકિડ્સ રૂપેરી પરદા પર આવવા આતુર
આગામી વર્ષ બોલીવુડ માટે મહત્વું સાબિત થશે. આ વર્ષ માં વીતેલા જમાનાના સ્ટારના કિડ્સ ચાહકો ના મનોરંજન માટે આવી રહ્યા છે અને પોતાની અભિનય ક્ષમતા બતાવશે.
વર્ષ 2023માં, સની દેઓલના પુત્ર રાજવીર દેઓલથી લઈને શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અને જાહ્નવી કપૂરની બહેન ખુશી કપૂર સુધી દરેકે બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. અને 2024માં કેટલાક સ્ટાર કિડ્સ સિનેમા જગતમાં ડેબ્યૂ કરશે.
શનાયા કપૂર – સંજય કપૂરની દીકરી શનાયા કપૂર ડેબ્યૂ માટે તૈયાર છે. ફિલ્મ બેધડક સિવાય શનાયા મોહનલાલ સાથે ફિલ્મ વૃષભામાં જોવા મળશે.
રાશા થડાની – રાશા થડાનીના ડેબ્યૂને લઈને સમાચારોનું બજાર ગરમ છે. રિપોર્ટ્સ મુજબ તે અભિષેક કપૂરની ફિલ્મમાં જોવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે રામ ચરણ સાથે એક ફિલ્મમાં પણ જોવા મળશે.
ઈબ્રાહિમ અલી ખાન – સૈફ અલી ખાનનો પુત્ર ઈબ્રાહિમ ખાન ટૂંક સમયમાં જ ફિલ્મ ‘સરજમીન’થી બોલિવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. એક્ટિંગની શરૂઆત પહેલા ઈબ્રાહિમે કેમેરા પાછળ પણ કામ કર્યું છે.
પશ્મિના રોશન – ઋતિક રોશનની પિતરાઈ બહેન પશ્મિના રોશનનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. રિપોર્ટ્સ મુજબ પશ્મિના ટાઈગર શ્રોફ સાથે હીરો નંબર 1માં ડેબ્યૂ કરશે. ‘ઈશ્ક વિશ્ક રિબાઉન્ડ’ પણ તેની લિસ્ટમાં છે.
અહાન પાંડે – બોલિવુડ એક્ટ્રેસ અનન્યા પાંડેનો કઝીન અહાન પાંડેએ એડી તરીકે કામ કર્યું છે અને હવે તે પોતાના એક્ટિંગની શરૂઆત માટે તૈયાર છે. રિપોર્ટ્સ મુજબ અહાન 2024માં યશ રાજ ફિલ્મ્સ સાથે ડેબ્યૂ કરશે.
જિબ્રાન ખાન – બીઆર ચોપરાના ફેમસ ટીવી શો ‘મહાભારત’માં અર્જુનનો રોલ કરનાર એક્ટર અર્જુન (ફિરોઝ ખાન)નો પુત્ર જિબ્રાન ખાન, પશ્મિના રોશન સાથે ફિલ્મ ‘ઈશ્ક વિશ્ક રિબાઉન્ડ’ હિન્દી સિનેમામાં હીરો તરીકે એન્ટ્રી કરી રહ્યો છે.
અમન દેવગન – અજય દેવગનનો ભત્રીજો આમન દેવગન અભિષેક કપૂરની ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યૂ કરશે. રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મમાં રાશા થડાની જોવા મળશે.