એક તરફ રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ એનિમલ, તો બીજી તરફ સેમ માણેકશાની બાયોપિક ‘સામ બહાદુર’ ફિલ્મ રીલીઝ થઈ છે, હવે વિક્કી કૌશલની ફિલ્મનું પ્રથમ દિવસનું કલેક્શન સામે આવ્યું છે.એનિમલે કમાણીમાં સામ બહાદુરને પાછળ છોડી દીધી
આ શુક્રવારે બે મોટી ફિલ્મો રિલીઝ થઈ હતી. જેની દર્શકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. એક તરફ બોલિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂરની ફિલ્મ એનિમલ અને બીજી તરફ બોલિવૂડના ચાર્મિંગ બોય વિકી કૌશલની સામ બહાદુર, બંને ફિલ્મો પ્રથમ દિવસે જ જોરદાર કમાણી કરે એવી શક્યતા હતી, પરંતુ પરિસ્થિતિ એવી બની કે રણબીરની ફિલ્મ એનિમલે કમાણીમાં સામ બહાદુરને પાછળ છોડી દીધી છે.
‘સામ બહાદુર’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ‘એનિમલ’ની સાથે રિલીઝ થયેલી ફિલ્મને લઈને પણ ઘણી ચર્ચા થઈ રહી છે. વિકી કૌશલની જોરદાર એક્ટિંગ અને મેઘના ગુલઝારનું ડિરેક્શન ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. ફિલ્મની વાર્તા સામ માણેકશાના જીવનની વાસ્તવિક ઘટનાઓ પર આધારિત છે, જેને નિર્માતાઓએ આબેહૂબ રીતે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. હવે આ ફિલ્મનું પ્રથમ દિવસનું કલેક્શન સામે આવ્યું છે.
‘સામ બહાદુર’એ પહેલા દિવસે આટલા કરોડની કમાણી કરી હતી
એક રિપોર્ટ અનુસાર, વિકી કૌશલની ફિલ્મ ‘સામ બહાદુર’એ 5.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જે અભિનેતાના સ્ટારડમને જોતા ઘણું સારું માનવામાં આવે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે જ્યારે બે ફિલ્મો એકસાથે એક જ દિવસે રિલીઝ થાય છે ત્યારે તેમાંથી એકની કમાણી પર અસર થાય છે. આવી જ સ્થિતિ વિકી કૌશલની ફિલ્મ સાથે પણ બની છે. ‘એનિમલ’ સાથેની બોક્સ ઓફિસ ક્લેશને કારણે વિકી કૌશલની ફિલ્મ પહેલા દિવસે કમાણીના મામલામાં પાછળ રહી ગઈ છે. જો કે, શાનદાર વાર્તા અને દમદાર અભિનયના કારણે આ ફિલ્મે દર્શકોના દિલ પર પોતાની છાપ છોડી છે. સોશિયલ મીડિયા પર ‘સામ બહાદુર’ને લઈને ચાહકોમાં જોરદાર ચર્ચા છે અને દરેક લોકો આ ફિલ્મના વખાણ કરી રહ્યા છે.