બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી રહી છે રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’. માત્ર 5 દિવસમાં 500 કરોડના કલેક્શન સુધી પહોંચી ગઈ છે આ ફિલ્મ.રણબીર કપૂરની ‘એનિમલ’ એક એવી ફિલ્મ છે કે જેને સેન્સર બોર્ડ તરફથી એડલ્ટ સર્ટિફિકેટ મળ્યું છે એમ છતાં આ ફિલ્મ દેશ અને દુનિયામાં બમ્પર કમાણી કરી રહી છે.રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ હાલ બોક્સઓફિસ પર ધૂમ મચાવી રહી છે
રણબીર કપૂર અને બોબો દેઓલની ફિલ્મ ‘એનિમલ’ હાલ બોક્સઓફિસ પર ધૂમ મચાવી રહી છે. સંદીપ રેડ્ડી વાંગની સૌથી ધમાકેદાર ઓપનિંગ કરનાર આ ફિલ્મે જે કમાલ બતાવી છે તેના કારણે બૉલીવુડના ઇતિહાસમાં આ ફિલ્મનું નામ લખાઈ ગયું છે. એક એવી ફિલ્મ જેને સેન્સર બોર્ડ તરફથી એડલ્ટ સર્ટિફિકેટ મળ્યું છે એમ છતાં આ ફિલ્મ દેશ અને દુનિયામાં બમ્પર કમાણી કરી રહી છે.
એક તો ફિલ્મ એનિમલ કોઈ સ્પેશ્યલ હોલિડે વિના સામાન્ય વિકેન્ડ પર રીલીઝ થઈ હતી પણ ફિલ્મના ટ્રેલરે લોકોમાં ફિલ્મ જોવાનો ઉત્સાહ ખૂબ વધારી દીધો હતો. ફિલ્મે ઓપનિંગ ડે પર જ 63.8ની કમાણી કરી હતી. જે બાદથી ફિલ્મની કમાણી ઘટવાનું નામ જ નથી લઈ રહી. આ ફિલ્મ માટે શું સોમવાર કે શું મંગળવાર..આ ફિલ્મની કમાણીનો આંકડો જોઇને દરેક લોકો નવાઈ પામી રહ્યા છે.
સોમવારે અપડેટ આવી હતી કે ફિલ્મે 40 કરોડની કમાણી કરી છે જો કે એ બાદ દરેક લોકોને લાગી રહ્યું હતું કે મંગળવારે ફિલ્મની કમાણીના આંકડામાં ઘટાડો થશે પણ એવું થયું નથી. પાંચમા દિવસે એટલે કે મંગળવારે ફિલ્મે 34 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે જ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 283 કરોડનું કલેક્શન કર્યું છે અને ટી-સિરીઝ અનુસાર. પાંચમા દિવસે વર્લ્ડવાઈડ 481 કરોડની કમાણી કરી લીધી છે. અને હવે તો આ આંક 500 કરોડને પર પહોચી ગયો છે.