તેજસ્વી પ્રકાશ અને કરણ કુંદ્રા બિગ બોગમાં મળ્યા અને બન્નેની વચ્ચે પ્રેમ થઈ ગયો. શૉની બહાર બન્નેનો પ્રેમ યથાવત રહ્યો અને આજે પણ બન્ને એક બીજાને પર્સનલી અને પ્રોફેશનલી સપોર્ટ કરે છે.આ લવ સ્ટોરી આગળ વધી છે અને બન્નેનો રોમેન્ટિક વીડિયો વાયરલ થયો છે.
કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ ટીવીના પોપ્યુલર કપલ્સમાંથી એક છે. બન્નેને સાથે જ જોવા ફેંસને ખૂબ જ પસંદ છે. બિગ બોસમાં બનેલી આ જોડી આજે પણ સાથે છે. ઘણી વખત તો બન્નેના લગ્નની ખબરો પણ આવે છે. ત્યાં જ હવે હાલમાં જ તેજસ્વી શૉ ટેમ્પટેશન આઈલેન્ડમાં પહોંચી. આ શૉના હોસ્ટ કરણ કુંદ્રા અને મોની રોય છે. શૉમાં બધા કન્ટેસ્ટન્ટ્સને મળ્યા બાદ કરણે તેજસ્વી સાથે કંઈક એવું કર્યું કે એક્ટ્રેસ પણ હેરાન રહી ગઈ.
કરણ-તેજસ્વીની કિસ
હકીકતે શૉનો નવો પ્રોમો સામે આવ્યો છે જેમાં તેજસ્વીએ રેડ કલરનો સુંદર ડ્રેસ પહેર્યો હતો. અને કરણે બ્લેક સૂટ. કરણ આવે છે અને તેજસ્વીને કિસ કરવા લાગે છે. જ્યારે કરણ, તેજસ્વીને લિપ કિસ કરી દે છે તો એક્ટ્રેસ કહે છે કે આપણે આ બધા કિસ સીન કાપવા પડશે.