સની લિયોને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ગુમ થયેલી છોકરીની તસવીર શેર કરી છે, જેમાં તેને તેની હાઉસ હેલ્પ આ મદદ માંગી છે, જેની 9 વર્ષની પુત્રી ગુમ થઇ ગઇ છે.સની લિયોની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.સની લિયોનીએ તેના હાઉસ હેલ્પ માટે એક મદદ માંગી છે.ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગુમ થયેલી છોકરીની તસવીર શેર કરી
બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેણી તેના ફોલોઅર્સ સાથે અંગત જીવન અને પ્રોજેક્ટ્સ સંબંધિત રસપ્રદ પોસ્ટ શેર કરતી જોવા મળે છે. તે જ સમયે, તાજેતરમાં તેણે ચાહકો પાસેથી મદદ માંગતી એક પોસ્ટ શેર કરી છે. તેમણે પોસ્ટમાં મદદ કરનારને 50,000 રૂપિયાનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી છે.
વાત કંઇક એમ છે કે તેણીએ તેના હાઉસ હેલ્પ માટે આ મદદ માંગી છે, જેની 9 વર્ષની પુત્રી ગુમ છે. સની લિયોનીએ છોકરીની તસવીર સાથે આખી ઘટના વર્ણવી છે અને એ પણ જણાવ્યું છે કે જો તમને ક્યાંયથી પણ આ વિશે ખબર પડે તો તમે ક્યાં સંપર્ક કરી શકો છો.
સની લિયોનીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગુમ થયેલી છોકરીની તસવીર શેર કરી છે અને તેની સાથે લખ્યું છે કે, ‘જો આ છોકરી તેના ઘર અને પરિવારમાં સુરક્ષિત પાછી આવે તો હું વ્યક્તિગત રીતે તેમાં 50 હજાર રૂપિયા વધુ આપીશ. તે મારા ઘરના કામકાજ સંભાળતી મહિલાની પુત્રી છે, તેનું નામ અનુષ્કા છે અને તે 8મી નવેમ્બરના રોજ સાંજે 7 વાગ્યાથી ગુમ છે. આ છોકરી જોગેશ્વરી પશ્ચિમ બહેરામ બાગની રહેવાસી છે અને તેની ઉંમર 9 વર્ષની છે. તેના માતા-પિતા બાળકીની શોધમાં પાગલ થઈ ગયા છે. તમે તેની માતા સરિતાનો મોબાઈલ નંબર- 88506 05632 અને તેના પિતા કિરણનો 82376 31360 પર સંપર્ક કરી શકો છો.
સની લિયોનીની પોસ્ટમાં આગળ લખ્યું છે કે ‘જે વ્યક્તિ આ છોકરીને શોધી કાઢશે તેને 11 હજાર રૂપિયા આપવામાં આવશે. જેમાં સની લિયોન વધુ 50 હજાર ઉમેરશે. સનીએ અપીલ કરી છે કે ‘કૃપા કરીને તમારી આંખો ખુલ્લી રાખો અને આ નાની છોકરીને શોધો’. સનીએ આ પોસ્ટમાં મુંબઈ પોલીસને પણ ટેગ કર્યા છે.