ચોરી છૂપે ઈશ્ક ફરમાવી રહ્યા છે આ બોલીવુડના ઉગતા સિતારાઓ, પણ ‘મગનું નામ મરી’ પડવા તૈયાર નથી. બોલીવુડ માં આ જોડી ઓ ચર્ચાનું કેન્દ્ર છે. એવું કહે છે કે પ્રેમ કોઈના છૂપાવવાથી છૂપાતો નથી. પરંતુ આમ છતાં કેટલાક બોલીવુડ કપલ્સ છે જે મોઢું એકદમ બંધ કરીને બેઠા છે પરંતુ તેમની આંખો બધુ જણાવી દે છે. આ જમાનો એવો છે કે છૂપાવો તો પણ કોઈ વાત છૂપાવી શકાતી નથી.
અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર
આ લિસ્ટમાં સૌથી પહેલું નામ અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરનું જ આવશે. થોડા સમય પહેલા બંને લોંગ વેકેશન પર ગયા હતા. જ્યાં ખુલીને સાથે મસ્તી કરતા જોવા મળ્યા. પરંતુ આમ છતાં બંનેનો પ્રેમ અંગે ઈન્કાર છે અને એકબીજાનું નામ લેતા પણ જાણે ખચકાય છે.
નવ્યા સિદ્ધાંત અને સિદ્ધાંત ચતુર્વેદી
નવ્યા નવેલી અને સિદ્ધાંત ચતુર્વેદી વિશે પણ કઈક આવું જ કહી શકાય. સોશિયલ મીડિયા પર તેમની આંખ મીચોલી ચાલતી રહે છે. પરંતુ લોકોને તે સમજતા વાર લાગતી નથી. બંને ક્યારેય ખુલીને સાથે જોવા મળતા નથી પરંતુ કઈક છે કે બંને વચ્ચે રંધાઈ રહ્યું છે. કદાચ તે પ્રેમ છે.
શરવરી વાઘ અને સની કૌશલ
શરવરી વાઘ અને સની કૌશલ દરેક અવસરે સાથે જોવા મળે છે. કૌશલ પરિવારની ખુબ નજીક છે. પરંતુ દર વખતે તે પ્રેમનો ઈન્કાર કરી દે છે. બંને એકબીજાને દોસ્ત ગણાવે છે. પરંતુ લોકોને આ સંબંધ દોસ્તી કરતા કઈક વધુ લાગે છે.
જ્હાન્વી કપૂર અને શિખર
જ્હાન્વી અને શિખર પહેલા એક સાથે હતા પંરતુ પછી બંનેના બ્રેકઅપ પર સમાચારો આવ્યા પરંતુ હવે જ્હાન્વીની સાથે દરેક અવસરે તે જોવા મળે છે. પછી ભલે તે દિવાળી હોય કે પછી તિરુપતિ મંદિરે દર્શન કરવા જવાનું હોય. પરંતુ આ બંનેએ સંબંધ વિશે ન બોલવાની જાણે કસમ ખાધી છે.
પલક તિવારી અને ઈબ્રાહિમ અલી ખાન
પલક તિવારી અને ઈબ્રાહિમ અલી ખાન મોટાભાગે એકબીજા સાથે હેંગઆઉટ કરતા જોવા મળે છે. અનેક વીડિયોમાં સાથે જોવા મળે છે. પરંતુ પલક કહે છે કે તેઓ ફક્ત મિત્રો છે, તેનાથી વધુ કઈ નથી. પરંતુ કઈક તો છે જેને સંતાડવાની જાણે કોશિશ કરાય છે.