ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની ભત્રીજી શર્મિન સહગલે મુંબઈમાં તેના લગ્નનું રિસેપ્શન યોજ્યું હતું. જેમાં રૂમર્ડ બોયફ્રેન્ડ સાથે સોનાક્ષી સિન્હા પહોચી હતી અને સહુનું ધ્યાન ખેચ્યું હતું.
સારા અલી ખાનથી લઈને અદિતિ રાવ હૈદરીએ આ ઈવેન્ટમાં હાજરી આપી હતી.સંજય લીલા ભણસાલીની ભત્રીજીના વેડિંગ રિસેપ્શનમાં ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી.
આ ઈવેન્ટમાં સોનાક્ષી સિંહા તેના કથિત બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે પહોંચી હતી. આ દરમિયાન ઝહીર ડાર્ક બ્લૂ સૂટમાં જોવા મળ્યો હતો. આ સાથે તેણે સફેદ શર્ટ પહેર્યો હતો જ્યારે સોનાક્ષીએ ડાર્ક ગ્રીન અનારકલી સૂટ પસંદ કર્યો હતો. બને સાથે દેખાતા અનેક ચર્ચા ઓ ચાલી હતી. બન્ને એ સાથે વેલ્યુ સમય વિતાવ્યો હતો.