Singham Again: ટ્રેલર છે કે હંગામો’ સિંઘમ અવતારમાં અજય દેવગનની થઈ ધમાકેદાર એન્ટ્રી
Singham Again, Rohit Shetty ની કોપ યુનિવર્સમાં સમાવિષ્ટ ફિલ્મ સિંઘમની આગામી ફ્રેન્ચાઇઝી છેલ્લા ઘણા દિવસોથી ટ્રેન્ડ કરી રહી છે. દિવાળીના અવસર પર, બોક્સ ઓફિસ પર હિટ થયેલી આ ફિલ્મનું જબરદસ્ત ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં તમને અદભૂત લાર્જર ધેન લાઇફ વિઝ્યુઅલ જોવા મળશે. સિંઘમ અગેઇનનું ટ્રેલર અહીં જુઓ.
ચાહકો લાંબા સમયથી Rohit Shetty ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘Singham Again’ના ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા અને તે ક્ષણ હવે આવી ગઈ છે. ‘બાજીરાવ સિંઘમ’ એટલે કે અજય દેવગણની ધમાકેદાર એન્ટ્રીએ લોકોના દિલ જીતી લીધા છે. એક્શન, રોમાંચ અને દમદાર ડાયલોગ્સથી ભરપૂર ‘સિંઘમ અગેન’ના ટ્રેલરે રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.
રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સ ફ્રેન્ચાઈઝી ફિલ્મ ‘સિંઘમ’ના તમામ ભાગોને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. હવે ‘સિંઘમ અગેન’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેને જોઈને અંદાજ આવી ગયો છે કે આ ફિલ્મ પહેલા કરતા વધુ મજબૂત અને સારી બનવા જઈ રહી છે.
Ajay Devgan સિંહની જેમ ગર્જના કરતો જોવા મળ્યો હતો
ફિલ્મ ‘Singham Again’એ રિલીઝ પહેલા જ રેકોર્ડ બનાવી લીધો છે. બોલિવૂડના ઈતિહાસમાં આ પહેલી ફિલ્મ છે, જેનું ટ્રેલર 4 મિનિટ 48 સેકન્ડનું છે. ટ્રેલરમાં ફિલ્મના તમામ કલાકારોને બતાવીને લાર્જર ધેન લાઈફ અને હીરોઈઝમને મહત્વ આપવામાં આવ્યું છે.
કથાને રામાયણ સાથે જોડીને બતાવવામાં આવી છે
‘Singham Again ના ડાયલોગ્સમાં રામાયણ સાથે જોડાયેલા ડાયલોગ્સ પણ સાંભળવા મળશે. જ્યાં તમે અજય દેવગનને ‘રામ’ની જેમ ‘રાવણ’ અર્જુન કપૂરને મારતો જોશો, તે જ સમયે ટાઈગર શ્રોફ પણ ‘લક્ષ્મણ’ બનીને અજય દેવગનને સપોર્ટ કરશે. આ બધાની વચ્ચે તમને ‘સિમ્બા’ એટલે કે રણવીર સિંહની અદભૂત એક્ટિંગ પણ જોવા મળશે.
‘Bhool Bhulaiya 3’ સાથે થશે ટક્કર
‘Singham Again’ આ દિવાળીએ ધમાકેદાર રહેશે. પરંતુ તેને બોક્સ ઓફિસ પર એક પણ રીલીઝ મળી રહી નથી. સિંઘમ અગેઇનની ટક્કર કાર્તિક આર્યનની ‘Bhool Bhulaiya 3’ સાથે થશે, જેનું ટ્રેલર થોડા દિવસોમાં રિલીઝ થશે. બંને ફિલ્મો 1 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે.