જાણીતા સિંગર સ્વાનંદ એ ફિલ્મ અનીમલ ની ઝાટકણી કાઢી હતી અનેજણાવ્યું હતું કે ફિલ્મના ડાયરેક્ટરે આ નવી પેઢીનો મર્દ તૈયાર કર્યો છે. જે મહિલાઓ પર હાથ ઉપાડે છે અને તેને પોતાની મર્દાનગી સમજે છે.
રણબીર કપૂર સ્ટારર એનિમલ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચુકી છે. ફિલ્મને મિક્સ્ડ રિવ્યૂ મળી રહ્યા છે. રણવિજયના કેરેક્ટરમાં રણબીરને જ્યાં ઘણા લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે ત્યાં જ ઘણા લોકો તેની ખૂબ જ આલોચના પણ કરી રહ્યા છે. રણબીરના કેરેક્ટરને મહિલા વિરોધી જણાવવામાં આવી રહ્યું છે. સિંગર-એક્ટર સ્વાનંદ કિરકિરે પણ ફિલ્મમાં રણબીરના કેરેક્ટરથી નાખુશ જોવા મળ્યા. તેમણે ટ્વીટ કરી લખ્યું- “આજે એનિમલ ફિલ્મ જોઈને મને હકીકતે આજની પેઠીની સ્ત્રીઓ પર દવા આવી.”
મહિલાઓને નીચી બતાવતા ‘રણવિજય’
સ્વાનંદ કિરકિરેએ સંદીપ રેડી વાંગાના ડાયરેક્શનમાં બનેલી એનિમલ ફિલ્મ જોઈ અને તેમાં ખૂબ ખામીઓ કાઢી. સ્વાનંદે જણાવ્યા અનુસાર ડાયરેક્ટરે નવી પીઢીઓનો મર્દ તૈયાર કર્યો છે જે મહિલાઓ પર હાથ ઉઠાવે છે અને તેને પોતાની મર્દાનગી સમજે છે. સ્વાનંદે લખ્યું- મહેબૂબ ખાનની- ઔરત, ગુરૂદુત્ત કી- સાહબ બીબી ઔર ગુલામ, હૃષીકેશ મુખર્જીની- અનુપમા, શ્યામ બેનેગલની અંકુર અને ભૂમિકા, કેતન મેહતાની મિર્ચ મસાલા, સુધીર મિશ્રાની મેં જીંદા હૂં, ગૌરી શિંદેની ઈંગ્લિશ વિંગલિશ, બહલની ક્વીન, શૂજીત સરકારની પીકૂ વગેરે હિંદુસ્તાની સિનેમાની એવી ફિલ્મો છે જેમણે મને શિખવાડ્યું કે સ્ત્રી, તેમના અધિકાર, તેમની સ્વાયત્તતાની રિસ્પેક્ટ કેવી રીતે કરવી જોઈએ અને બધુ જ સમજીને પણ સદીઓ જુની આ વિચારધારામાં હજુ પણ કેટલી કમીઓ છે. ખબર નહીં સફળ થયા કે નહીં પરંતુ સતત પોતાને સુધારવાનો પ્રયત્ન આજે પણ કરી રહ્યો છું. બધુ ફિલ્મના કારણે.
પરંતુ આજે એનિમલ ફિલ્મ જોઈને મને હકીકતે આજની પેઢીની સ્ત્રીઓ પર દયા આવી. તમારા માટે ફરી એક વખત નવો પુરૂષ તૈયાર કરવામાં આવ્યો છે જે વધારે ડરામણો છે તમારી જરા પણ રિસ્પેક્ટ નથી કરતો અને જે તમને ઝુકાવવા, દબાવવા અને તેના પર ગર્વ કરવાને પોતાનો પુરૂષાર્થ સમજે છે. આજની પેઠીની યુવતીઓ, જ્યારે તમે થિએટર્સમાં રશ્મિકાને મારવા પર તાલિઓ વગાડી રહી હતી તો મેં મનમાં ને મનમાં સમાનતાના વિચારને શ્રદ્ધાંજલી આપી દીધી.