કૉફી વીથ કરણ 8માં આવેલા કિયારા અડવાની અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ ખુલી ને વાતો કરી હતી. અનેક પર્સનલ વાતોનો ખુલાસો કર્યો હતો.સિદ્ધાર્થ મલ્હોત્રાએ પહેલા પ્રપોઝ કર્યો હતો કે કિયારા આડવાણીએ? એ સવાલના જવાબમાં કિયારા અડવાણી એ કહ્યું હતું કે મને સિદ્ધાર્થ મલ્હોત્રાએ રોમમાં કર્યું તું રોમેન્ટિક પ્રપોઝ.બોલીવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી હાલમાં જ કરણ જોહરનાં શૉમાં પહોંચી હતી જ્યાં તેમણે ખુલાસો કર્યો કે સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેમને ક્યાં પ્રપોઝ કર્યું હતું.
બોલીવૂડનાં ફેમસ ફિલ્મમેકર કરણ જોહરનો શૉ ‘કૉફી વિથ કરણ’ની સીઝન 8 હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. હાલમાં જ શૉ પર ગેસ્ટ તરીકે આવેલ બ્યૂટિફુલ એક્ટ્રેસ કિયારા અડવાણીએ વાતવાતમાં પોતાના અને સિદ્ધાર્થ મલ્હોત્રાનાં રિલેશનશીપ પર ચર્ચા કરી હતી. શૉ પર કિયારા વિક્કી કૌશલ સાથે પહોંચી હતી. શૉનાં આ એપિસોડનાં પ્રોમોમાં કિયારાએ ખુલાસો કર્યો કે સિદ્ધાર્થે લગ્ન માટે કિયારાને કઈ રીતે પ્રપોઝ કર્યું હતું.
રોમમાં કર્યું રોમેંટિક પ્રપોઝલ
પ્રોમોમાં કિયારા અડવાણીએ કરણ જોહર સાથે પોતાની પર્સનલ લાઈફ શેર કરી હતી. આ દરમિયાન કરન બોલ્યાં કે છેલ્લે જ્યારે તેમણે કિયારાનો ઈંટરવ્યૂ લીધો હતો ત્યારે સિદ્ધાર્થ મલ્હોત્રા અને વિક્કી આ કાઉચ પર સાથે બેઠાં હતાં. ત્યારે કિયારા હસે છે અને કહે છે કે હાં, હાં ત્યારે અમે બંને રોમ પાછા આવ્યાં હતાં જ્યાં સિદ્ધાર્થે રોમાંટિક રીતે મને પ્રપોઝ કર્યું હતું. એક્ટ્રેસની આ વાત સાંભળીને કરણ પણ ચોંકી ઊઠ્યાં હતાં અને પછી હસવા લાગ્યાં હતાં.
બ્લેક ડ્રેસમાં આવી હતી કિયારા
શૉનાં લેટેસ્ટ એપિસોડનો પ્રોમો કરણ જોહરે પોતાના ઈંસ્ટા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. પ્રોમોમાં કિયારા અડવાણીએ બ્લેક કલરનો બોડીકોન ડ્રેસ પહેર્યો છે જેમાં તે અત્યંત સુંદર લાગી રહી છે. કિયારાએ પોતાનો આ ઓલ બ્લેક લુક, ઓપન હેર અને ન્યૂડ મેકએપની સાથે પૂરો કર્યો છે. તો વિક્કી કૌશલ પણ બ્લેક સૂટમાં હેન્ડસમ લાગી રહ્યાં હતાં.