મુંબઈ: ટીવીની પ્રખ્યાત અભિનેત્રી શ્વેતા તિવારી લાંબા સમયથી અભિનવ કોહલી સાથે તેના દીકરા રેયાંશની કસ્ટડી માટે કાનૂની લડાઈ લડી રહી હતી. તે જ સમયે, હવે કોર્ટે આ કેસમાં પોતાનો નિર્ણય આપ્યો છે. ઉલ્લેખનિય છે કે કોર્ટે રેયાંશની કસ્ટડી શ્વેતાને સોંપી છે. જે બાદ શ્વેતા ઘણી ખુશ દેખાય છે.
કોર્ટે અભિનવને આ આદેશ આપ્યો
તે જ સમયે, કોર્ટે શ્વેતાના પતિ અભિનવ કોહલીને પણ તેમના પુત્ર રેયાંશને અઠવાડિયામાં માત્ર એક વખત મળવાની મંજૂરી આપી છે. કોર્ટે કહ્યું કે અભિનવ પરિવારના અન્ય સભ્યોની હાજરીમાં જ રેયાંશને મળી શકે છે. કોર્ટે એવો પણ આદેશ આપ્યો છે કે જો અભિનવ કોહલી વીડિયો કોલ દ્વારા 30 મિનિટ સુધી દિવસમાં એકવાર રેયાંશ સાથે વાત કરી શકે.
શ્વેતા કોર્ટના નિર્ણયથી ખુશ છે
કોર્ટના આ નિર્ણયથી ખુશ થયેલી શ્વેતા તિવારીએ કહ્યું કે, ‘હું આ જ ઈચ્છતી હતી, હું આ નિર્ણયથી ખૂબ ખુશ છું. છેલ્લા 2 વર્ષોમાં, હું જ્યાં પણ મારા દીકરા સાથે ગઇ, અભિનવ દર વખતે મારી પાછળ આવ્યો. રેયાંશ સાથે હું જ્યાં પણ જતી હતી, ત્યાં પહોંચ્યા બાદ તે હંગામો મચાવતો હતો. જે મારા અને રેયાંશ માટે ખૂબ જ ખરાબ અનુભવ રહ્યો છે. તે માનસિક રીતે કમજોર અને કંટાળાજનક હતું. એટલું જ નહીં, અભિનવ મારા ઘરે આવ્યા બાદ પણ મને ઘણી વખત ધમકી આપતો હતો.
શ્વેતા તિવારીએ અભિનવ સાથે બીજા લગ્ન કર્યા હતા
નોંધનીય છે કે, અભિનવ સાથે શ્વેતાના આ બીજા લગ્ન છે. અગાઉ તેના લગ્ન રાજા ચૌધરી સાથે થયા હતા. બંનેને એક પુત્રી છે. જેનું નામ પલક તિવારી છે. શ્વેતાની જેમ પલક તિવારી પણ એક અભિનેત્રી છે અને બહુ જલ્દી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે જ સમયે, અભિનવ સાથે લગ્નના થોડા વર્ષો પછી, તેમના સંબંધોમાં અણબનાવ થયો. અને શ્વેતા તેની સાથેથી પણ અલગ થઈ ગઈ. જોકે બંને બાળકો રેયાંશ અને પુત્રી પલક તિવારી શ્વેતા સાથે મુંબઈમાં રહે છે.