મુંબઈ : પોલીસે 6 ઓગસ્ટ, શુક્રવારે અભિનેત્રી-મોડલ શર્લિન ચોપડાને અશ્લીલ ફિલ્મ કેસમાં આશરે આઠ કલાક સુધી પૂછપરછ કરી હતી, જેમાં ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી છે. ચોપડા પોતાનું નિવેદન નોંધાવા માટે બપોરે 12 વાગ્યે મુંબઈ ક્રાઈમ બ્રાંચના પ્રોપર્ટી સેલ સમક્ષ હાજર થઇ હતી અને લગભગ 8 વાગ્યે રવાના થઇ હતી.
ઉલ્લેખનીય છે કે, મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ફેબ્રુઆરી 2021 માં પુખ્ત વયની ફિલ્મો બનાવવા અને તેને મોબાઈલ એપ દ્વારા રિલીઝ કરવા માટે FIR નોંધાવી હતી. આ કેસમાં પોલીસે ગયા મહિને અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ કુંદ્રા અને તેના સહયોગી રિયાન થોર્પની ધરપકડ કરી હતી.
આ સપ્તાહની શરૂઆતમાં પોલીસે કથિત અશ્લીલ સામગ્રી ગેંગ સાથે જોડાયેલી કંપની આર્મ્સપ્રાઇમના ડિરેક્ટરની પૂછપરછ કરી હતી. ચોપરાની આગોતરા જામીન અરજી ગયા અઠવાડિયે કોર્ટે ફગાવી દીધી હતી.
રાજ કુન્દ્રાની ધરપકડ પહેલા શર્લિન ચોપડાએ એપ્રિલ મહિનામાં તેની સામે જાતીય સતામણી માટે FIR પણ નોંધાવી હતી. શર્લિનએ આરોપ લગાવ્યો હતો કે તેણે રાજ કુન્દ્રા સાથે બિઝનેસ ડીલ સંદર્ભે વાત કરી હતી, પરંતુ ફોન પરના મેસેજમાં બંને વચ્ચે વિવાદ થયો હતો. આ પછી રાજ કુન્દ્રા તેના ઘરે આવ્યો અને તેને બળજબરીથી ચુંબન કર્યું. શર્લિનએ રાજ કુન્દ્રાને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ તે ડરી પણ ગઈ હતી.
માહિતી માટે, તમને જણાવી દઈએ કે રાજ કુન્દ્રાની 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. તેને પહેલા 27 જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ પર રાખવામાં આવ્યો હતો, જ્યારે ફોર્ટ કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. સેશન્સ કોર્ટે જામીન અરજી પર સુનાવણી માટે 10 ઓગસ્ટની તારીખ નક્કી કરી છે.