મુંબઈ: શમિતા શેટ્ટી બિગ બોસના ઘરમાં ત્રીજી વખત એન્ટ્રી માટે સમાચારોમાં છે. શમિતાએ સૌપ્રથમ 2009 માં બિગ બોસમાં પ્રવેશ કર્યો હતો પરંતુ તેણે શોમાં એક મહિનો ગાળ્યા બાદ જ શો છોડી દીધો હતો કારણ કે તેને તેની બહેન શિલ્પાના લગ્નમાં હાજરી આપવાની હતી. આ પછી, શમિતા બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT)નો એક ભાગ બની હતી જ્યાં તે સેકન્ડ રનર અપ તરીકે પ્રસિદ્ધિમાં આવી હતી. હવે શમિતા બિગ બોસ 15 માં સ્પર્ધક તરીકે જોવા મળે છે.
શોમાં પ્રવેશતા પહેલા શમિતાએ એક ઈન્ટરવ્યુમાં ઘણી વાતો કહી હતી. તેણે કહ્યું કે બિગ બોસ ઓટીટીમાં જવાનો નિર્ણય લેવો તેના માટે કેટલો મુશ્કેલ હતો કારણ કે તે સમયે તેના જીજા રાજ કુન્દ્રા પોર્ન ફિલ્મ કેસમાં ખરાબ રીતે ફસાઈ ગયા હતા અને તેના કારણે શમિતાને પણ ઘણી ટ્રોલ કરવામાં આવી રહી હતી. શમિતાએ કહ્યું, બિગ બોસ ઓટીટીમાં જવું મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું કારણ કે તે સમયે પરિસ્થિતિ ઘણી અલગ હતી. કમનસીબે મારી કોઈ ભૂલ ન હોવા છતાં મને ટ્રોલ કરવામાં આવી રહી હતી. તે સમયે, મારા પરિવારને પણ લાગ્યું કે મારા માટે બિગ બોસના ઘરમાં બંધ રહેવું વધુ સારું રહેશે. આ સાથે, મેં શો માટે પહેલેથી જ પ્રતિબદ્ધતા કરી લીધી હતી અને બધું જ ફાઈનલ થઈ ગયું હોવાથી હું પાછી હટી શકું તેમ નહોતી. હું મારી જીભને વળગી રહેવા માંગતી હતી. કારણ કે, કહે છે ને – શો મસ્ટ ગો ઓન.
શમિતાએ આ ઇન્ટરવ્યૂમાં રાકેશ બાપટ સાથેના તેના બોન્ડિંગ વિશે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે, કમનસીબે બિગ બોસ ઓટીટીમાંથી બહાર આવ્યા બાદ અમને વધારે સમય સાથે વિતાવવા મળ્યો નથી. રાકેશ તેના પરિવાર સાથે સમય પસાર કરવા માટે સીધો પુણે ગયો હતો અને હું મારા પરિવાર સાથે સમય વિતાવી રહી હતી.
હવે હું બિગ બોસ 15 માં જાઉં છું તેથી જ્યાં સુધી હું બહાર ન આવીશ ત્યાં સુધી બધું જ હોલ્ડ રહેશે.