સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘થલૈવર 171′ ને લોકેશ કનગરાજ ડાયરેક્ટ કરી રહ્યા છે. શાહરુખ ખાને આ ફિલ્મમાં ગેસ્ટ રોલ કરવાની ના પાડી. લોકેશ સાથે અલગ ફિલ્મમાં કામ કરવાની તેમની ઈચ્છા છે.’થલૈવર 171’ નાં હીરો ‘સુપરસ્ટાર રજનીકાંત’છે અને આ ફિલ્મનાં ગેસ્ટ રોલ માટે શાહરુખ ખાને ના પડી દીધી છે તેમજ આ રોલ રણવીર સિંહને ઑફર કરાયો છે.
લોકેશ કનગરાજ તમિલ સિનેમાનાં સફળ અને પ્રખ્યાત ફિલ્મ નિર્માતાઓ માંથી એક છે. છેલ્લા બે વર્ષની અંદર તેમને કમલ હસનની સાથે વિક્રમ અને થાલાપતી વિજયની સાથે લીઓ જેવી બ્લોક બસ્તર ફિલ્મો આપી છે. હવે તેઓ સુપરસ્ટાર રજનીકાંતની સાથે કામ કરવા જઇ રહ્યાં છે. આ એક મોટા સ્તરે બની રહેલી એક્શન ફિલ્મ હશે. તેને પૈન ઈન્ડિયા લેવલે સિલિઝ કરવામાં આવશે. એટલા માટે લોકેશ ફિલ્મની અંદર કોઈ હિન્દી ફિલ્મ સ્ટારને કાસ્ટ કરવા માગે છે. આ રોલ માટે તેમને કિંગ ખાન સાથે મુલાકાત કરી હતી પણ શાહરુખ ખાને, રજનીકાંતની આ ફિલ્મમાં રોલ કરવાની ના પાડી છે.
‘થલૈવર 171’ ફિલ્મમાં એક સ્પેશિયલ રોલ છે પણ તેનો સમય સ્પેશિયલ અપીયરસેંસ જેટલો જ છે. જેમાં લોકેશ કોઈ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં સ્ટારને કાસ્ટ કરવા માગે છે. તેઓ આ રોલ માટે શાહરુખને મળ્યા હતા. લોકેશે, શાહરુખ ખાનને મળીને વાત કરી હતી કે તેઓ આ પ્રકારની ફિલ્મ બનાવવા માગે છે. શાહરુખને વિષય સારો લાગ્યો પણ તેમણે આ રોલ કરવાની ના પાડી છે. તેમનું માનવું છે કે તેમણે છેલ્લા અમુક વર્ષોમાં, કેટલીક ફિલ્મોમાં ગેસ્ટ રોલ કર્યા છે. જેમાં ‘બ્રહ્માસ્ત્ર’, ‘રૅાકેટ્રી’ અને હાલમાં આવેલી ‘ટાઈગર 3’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેઓ આવતા સમયમાં તેમની પુત્રી સુહાના ખાનની ફિલ્મ ‘ધ કિંગ’ માં પણ ઍક્સટેન્ડેડ કેમીઓ કરવાનાં છે. તેથી તેઓ હવે ગેસ્ટ રોલથી દૂર રહેવા માગે છે. હવે તેઓ ફિલ્મમાં માત્ર સંપૂર્ણ રોલ જ કરવા માગે છે. તેઓ રજનીકાંતનું ખૂબજ સમ્માન કરે છે પણ તેમની ફિલ્મમાં રોલ નહીં કરી શકે.
શાહરુખ ખાન, લોકેશ કનગરાજ સાથે સ્ટેન્ડ અલોન ફિલ્મ કરવાની ઈચ્છા ધરાવે છે. જો લોકેશ પાસે કોઈ અન્ય ફિલ્મ હોય અને તેઓ શાહરુખ ખાન સાથે લીડ રોલમાં બનાવવા માગતા હોય તો, શાહરુખ ખાન વાત કરવા માટે તૈયાર છે. પરંતુ તેઓ ‘થલૈવર 171’ નો ભાગ બનવા નથી માગતા.
આ રોલ રણવીર સિંહને ઑફર કરાયો
લોકેશે, શાહરુખ ખાનની ના બાદ આ રોલ રણવીર સિંહને ઑફર કર્યો છે. રણવીરને રોલ સારો લાગ્યો છે પણ ફિલ્મ સાઇન કરતા પહેલા તેઓ ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભડવા માગે છે. ‘થલૈવર 171’ફિલ્મને લઈને લોકેનનું પ્લાન ખૂબજ મોટું છે. જો આ ફિલ્મ સફળ જશે તો, તેઓ આ ઍક્સટેન્ડેડ રોલવાળા પાત્ર પર અલગથી સ્પિન-ઓફ ફિલ્મ પણ બનાવી શકે છે. 2024માં રણવીર સિંહ અને લોકેશની હજુ એક મિટિંગ થવાની છે. ત્યારબાદ રણવીર અંતિમ નિર્ણય લેશે.
લોકેશ કનગરાજ હાલ ‘થલૈવર 171’ની સ્ક્રિપ્ટને અંતિમ ટચ આપી રહ્યા છે. એપ્રિલ 2024માં આ ફિલ્મની શૂટિંગ થશે. આ ફિલ્મને 2025માં રિલીઝ કરવામાં આવશે. લોકેશ આવનાર સમયમાં ‘કૈથી 2’, ‘વિક્રમ 2’ અને ‘રોલેક્સ’નાં પાત્રો ઉપર સ્પિન-ઓફ ફિલ્મો પણ બનાવવાં છે. આ ત્રણેય ફિલ્મો તેમનાં લોકેશ સીનેમેટિક યૂનિવર્સનો ભાગ હશે.
આ બાજુ ‘જેલર’ ફિલ્મની સફળતા બાદ રજનીકાંત તેમની પુત્રી એશ્વર્યાની ફિલ્મ ‘લાલ સલામ’ માં ગેસ્ટ રોલ કરવાનાં છે. તે સિવાય તેઓ TJ નાનાવેલની ‘વૈટ્ટૈયાં’ ફિલ્મમાં પણ કામ કરવાનાં છે. આ ફિલ્મમાં રજનીકાંત સાથે અમિતાભ બચ્ચન અને ફહાદ ફાસિલ જેવાં એક્ટર્સ પણ જોવા મળશે.