અભિજીત ભટ્ટાચાર્યએ શાહરૂખ ખાનની અનેક ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે. અભિજીત ભટ્ટાચાર્યએ વધુમાં જણાવ્યું કે, શાહરૂખ ખાન કમર્શિયલ માણસ છે, જે બીજાનો ઉપયોગ કરે છે અને સફળતાના રસ્તામાં કોઈનેય આવવા દેતો નથી. શાહરૂખ ખાન બોલીવુડના ટોપ એક્ટર્સમાંથી એક છે. અભિજીત ભટ્ટાચાર્ય અને શાહરૂખ ખાને અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.બોલિવુડ સિંગર એ જણાવ્યું હતું કે કિંગ ખાને પોતાની એક્ટિંગથી એક અલગ ઓળખ બનાવી છે તથા અનેક આર્ટિસ્ટ અને સિંગર્સ સાથે કામ કર્યું છે. અભિજીત ભટ્ટાચાર્યએ શાહરૂખ ખાનની અનેક ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે. અભિજીત ભટ્ટાચાર્યએ ફિલ્મ ‘અંજામ’માં ગીત ‘બડી મુશ્કિલ હૈ’, ફિલ્મ ‘યસ બોસ’માં ‘મોં કોઈ એસા ગીત ગાઉ’, ફિલ્મ ‘મૈં હૂ ના’માં ‘તુમ્હે જો મૈને દેખા’ ગીતમાં અવાજ આપ્યો છે.
અભિજીત ભટ્ટાચાર્યએ જણાવ્યું કે, શાહરૂખ ખાન અને તેમની પર્સનાલિટી એકદમ અલગ છે. અભિજીત ભટ્ટાચાર્યએ સિંગરે કિંગ ખાન વિશે જણાવ્યું કે, ‘શાહરૂખ ખાન એક સેલ્ફ મેડ મેન છે. શાહરૂખ ખાનમાં સેલ્ફ રિસ્પેક્ટ અને આત્મવિશ્વાસ બંને છે. મારામાં ઈગો નથી, પરંતુ સેલ્ફ રિસ્પેક્ટ છે.’તેમને વધુમાં જણાવ્યું કે, તેમણે શાહરૂખ ખાન અને તેમની વચ્ચે પર્સનાલિટીના ભેદને દૂર કરવાની કોશિશ કરી છે, પણ તેનો કોઈ ફાયદો થયો નથી. શાહરૂખ ખાન કમર્શિયલ માણસ છે, જે બીજાનો ઉપયોગ કરે છે અને સફળતાના રસ્તામાં કોઈને આવવા દેતા નથી.
અભિજીત જણાવે છે કે, ‘શાહરૂખ ખાનને એન્ટી નેશનલ કહેવું તે તદ્દન ખોટું છે. અનેક લોકોએ આ પ્રકારે કર્યું છે. શાહરૂખ ખાનથી મોટુ રાષ્ટ્રવાદી કોઈ નથી. તેમણે અનેક ફિલ્મો કરી છે, જેમ કે, ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’, ‘સ્વદેશ’, ‘અશોકા’… તેમના પર આવા ખોટો આરોપ કેવી રીતે મુકી શકાય.’વર્ષ 2016માં અભિજીત ભટ્ટાચાર્યએ શાહરૂખ ખાન, સલમાન ખાન તથા કરણ જોહર સહિત અનેક સ્ટાર્સને ખરી ખોટી સંભળાવી હતી. તે સમયે ઉરીમાં થયેલ આતંકી હુમલાને કારણે અભિજીત ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે, ફિલ્મ મેકર્સ એન્ટી નેશનલ છે અને પાકિસ્તાની આર્ટિસ્ટ્સને કામ આપે છે.