સલમાન ખાનની એન્ટ્રી ફરી દિવાળી પર થવા જઈ રહી છે અને ફેન્સ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. ત્યારે દિવાળી પર ભાઈજાનની ફિલ્મ ટાઈગર-3 રિલિઝ થવા જઈ રહી છે. ભાઈજાનની એન્ટ્રીને લઈને થિયેટરો ગુંજી ઉઠશે. આ સાથે જ ઈન્ટ્રો સિક્વન્સને લઈને પણ ડિરેક્ટરે મોટો ખુલાસો કર્યો છે. જેમ જેમ સલમાન ખાનની ફિલ્મ ટાઈગર-3ની રિલિઝ ડેટ નજીક આવી રહી છે. તેમ તેમ ફેન્સમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.. ઘણા લોકોએ તો અત્યારથી જ એડવાન્સ બુકિંગ પણ કરાવી લીધુ છે. કારણ કે ભાઈજાનના ફેન્સ લાંબા સમયથી તેની ફિલ્મની રાહ જોઈ રહ્યાં હતા.
એક રિપોર્ટ અનુસાર YRF સ્પાઈ યૂનિવર્સની નવી ફિલ્મ ટાઈગર-3માં સલમાન ખાનની એન્ટ્રી ખુબ જ ઢાંસુ થવા જઈ રહી છે. આ વાતનો ખુલાસો ફિલ્મના ડાયરેક્ટર મનીષ શર્માએ કર્યો છે. તેમને કહ્યું કે ફિલ્મમાં સલમાન ખાનની 10 મિનિટ લાંબો એન્ટ્રી સીન હશે. આટલુ જ નહીં ડાયરેક્ટરે એ પણ દાવો કર્યો છે કે સલમાન ખાનની ઢાંસુ એન્ટ્રીને લઈને ફેન્સના હોંશ ઉડી જશે.એક ઈન્ટરવ્યુમાં નિર્દેશકે કહ્યું કે સલમાન ખાને અમને ઘણી બધી એન્ટ્રી સિંક્વન્સ આપી છે. જ્યારે ટાઈગરના છેલ્લા ભાગમાં સલમાન ખાનની એન્ટ્રી દમદાર હતી. એવામાં અમે વિચાર્યુ કે આ વખતે પણ સુપરસ્ટારની એન્ટ્રી એકદમ ઢાંસુ અંદાજમાં થવી જોઈએ. જેથી કરીને તેના ફેન્સ હંમેશા માટે તેને યાદ કરે.
મનીષ શર્માએ આગળ કહ્યું કે તેમને 10 મિનિટના એન્ટ્રી સિક્વન્સને તૈયાર કરવામાં ખુબ મહેનત કરવી પડી હતી. કેટલીક સારી એક્શન, સ્ટંટ અને ઈફેક્ટસવાળા લોકોની સહાયતાથી સલમાન ખાનનો આ ઢાંસુ સીન તૈયાર થયો છે. ત્યારે આ ઢાંસુ એન્ટ્રી બાદ લોકોની શું પ્રતિક્રિયા હશે તે જાણવા માટે હું ખુબ જ ઉત્સાહિત છું. વધુમાં તેમને કહ્યું કે સલમાન ખાનને મોટી સ્ક્રીન પર જોઈને તેના ફેન્સ સીટીઓનો વરસાદ કરી દેશે.