3 દિવસ પહેલા સિનેમાઘરોમાં રિલીઝ થયેલી પ્રભાસની બહુઅપેક્ષિત અને ચર્ચિત ફિલ્મ સાલાર સતત કમાણીના આંકડાઓ તોડી રહી છે. આ ફિલ્મે માત્ર બે દિવસમાં 200 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. હવે ત્રીજા દિવસના કારોબારના આંકડા પણ સામે આવ્યા છે તે જોવા ખૂબ જ રસપ્રદ રહેશે. આપને જણાવી દઈએ કે 22 ડિસેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા દિવસે જ 178.7 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
પ્રભાસની સાલાર વિશ્વભરમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર કબજો કરવા લાગી હતી. માત્ર બે દિવસમાં જ સાલારે જબરદસ્ત રેકોર્ડ બનાવ્યો હતો. એક રિપોર્ટ અનુસાર સાલારે વિશ્વભરમાં 325 કરોડનું કલેકશન કરી લીધું છે. હવે ચોથા દિવસે એટલે કે સોમવાર માટે કહેવામાં આવી રહ્યું છે કે, ક્રિસમસના માહોલમાં આ ફિલ્મને કમાણી કરવા માટે ભરપૂર લાભ મળી રહેશે.
ભારતમાં પાર કર્યો 200 કરોડનો આંકડો
સાલારની દેશની કમાણી માટે વાત કરવામાં આવે તો એક રિપોર્ટ અનુસાર સાલારે ત્રીજા દિવસે 61 કરોડનું કલેકશન કર્યું છે. ત્યાર બાદ દેશમાં આ ફિલ્મના કલેકશનનો આંક 208.05 કરોડ પર પહોંચી ગયો છે. જયારે દેશમાં પ્રથમ દિવસે સાલારે 90.7 કરોડ અને બીજા દિવસે 56.35 કરોડનો બિઝનેસ કર્યો હતો.
બે દિવસમાં રેકોર્ડ તૂટી ગયો
વિશ્વભરમાં સાલારે માત્ર બે દિવસમાં 295.7 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જો કે ત્રીજા દિવસે સાલારે 300 કરોડનો આંક વટાવી દીધો હતો. છેલ્લા આંકડા અને ફિલ્મનું સતત વધી રહેલું બોક્સ ઓફિસ કલેકશન ધ્યાને રાખતા આ ફિલ્મ 400 કરોડના કલ્બમાં પ્રવેશમાં માટે તૈયાર હોવાનું જણાઇ રહ્યું છે. પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત સાલારને લોકો તરફથી સારા રીવ્યૂ મળી રહ્યા છે. સાથે એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, તેમણે આ વાર્તાના દરેક પાત્ર સાથે ન્યાય કરવાનો પ્રયાસ કર્યો છે.
ફિલ્મ કેટલા બજેટમાં બની હતી?
કહેવાય છે કે ડાયરેક્શન અને સ્ટાર કાસ્ટ સહિત ફિલ્મનું બજેટ 300 થી 400 કરોડ રૂપિયા વચ્ચે રહ્યું હતું. ફિલ્મે જે રીતે ત્રણ દિવસમાં કલેક્શનના આંકડા તોડી નાખ્યા છે તે જોતા ભવિષ્યમાં પણ પ્રભાસની સાલારનું પ્રદર્શન જોવાલાયક રહે તેવી અપેક્ષા સેવાઇ રહી છે. મહત્વનું છે કે, બાહુબલીની સફળતા બાદ પ્રભાસે એક પણ હિટ ફિલ્મ આપી નથી. આથી, એ સવાલે જોર પકડયું હતું કે, શું અભિનેતા પ્રભાસ હવે કોઈ હિટ ફિલ્મ આપી શકશે? પરંતુ હવે સાલારનું કલેક્શન જોયા બાદ લોકોની આશા ફરી એકવખત જીવંત થઇ છે.