Ridhi Dogra ની રાષ્ટ્રીયતા માટેની પૂકાર: આતંક સામે સારા લોકો ઉભા રહે.
જમ્મુ-કાશ્મીરના પાહલગામમાં થયેલા આતંકી હુમલાએ આખા દેશને હચમચાવી દીધો છે. આ દુઃખદ ઘટના બાદ બોલીવુડ અને ટીવી જગતમાંથી પણ સતત પ્રતિક્રિયાઓ આવી રહી છે. એવી જ સ્થિતિમાં ફિલ્મ ‘અબીર ગુલાલ’ની અભિનેત્રી Ridhi Dogra એ પણ એક ભાવુક પોસ્ટ દ્વારા પોતાનું દુઃખ અને ગુસ્સો વ્યક્ત કર્યો છે.
Ridhi Dogra નું ભાવનાત્મક નિવેદન
Ridhi Dogra એ તેમના પોસ્ટમાં લખ્યું: “હવે સમય આવી ગયો છે કે સારા મુસ્લિમો આગળ આવે અને એવા રાક્ષસોના વિરોધમાં ઊભા રહે, તેમને અસ્વીકારી દે. એવા લોકો કે સંસ્થાઓ સાથે નાતો તોડી નાખવો જોઈએ જે ચુપચાપ બેસી રહે છે અથવા જેઓના સંબંધો બીજે ક્યાંક છે. વારંવાર આતંક એક જ જગ્યાથી આવે છે. તેઓ માનવતાને નષ્ટ કરે છે. તેઓ શ્રદ્ધાને પણ નષ્ટ કરે છે. હવે માનવતાના નામે આવા રાક્ષસોને સહાનુભૂતિ આપવી બંધ કરવી જોઈએ. ભારત માટે ઊભા રહો.”
Vaani Kapoor અને Fawad Khan એ પણ વ્યક્ત કર્યું દુઃખ
ફિલ્મ ‘અબીર ગુલાલ’માં રિદ્ધિ ડોગરા સાથે કામ કરી રહેલી અભિનેત્રી વાણી કપૂરે પણ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને લખ્યું:“પાહલગામમાં નિર્દોષ લોકો પર થયેલા આ હુમલાને જોઈને હું અવાક થઈ ગઈ છું. ખૂબ દુઃખ થયું છે. મારી પ્રાર્થના પીડિત પરિવારો સાથે છે.” પાકિસ્તાનના અભિનેતા ફવાદ ખાને પણ આ હુમલાની નિંદા કરી છે અને દુઃખ વ્યક્ત કર્યું છે.
FWICEનો મોટો નિર્ણય
ફિલ્મ ‘અબીર ગુલાલ’માં પાકિસ્તાની કલાકાર હોવાને કારણે ફિલ્મના બહિષ્કારની માગ ઊઠી રહી છે. આવી સ્થિતિમાં FWICE (ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ) એ પાકિસ્તાની કલાકાર સાથે કોઈ પણ પ્રકારનું કામ ન કરવા માટે ઠોસ નિર્ણય લીધો છે. હવે ભારતીય કલાકારો, ટેકનિશિયન કે ગાયકો પાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરે. આ નિર્ણયનો સીધો અસર ફવાદ ખાનની આગામી ફિલ્મ પર પડી શકે છે, જે 9 મેના રોજ રિલીઝ થવાની છે.