ભાઈ અર્જુન સાથેના ફોટોમાં કમાલ કરી શુભમન ગિલ સાથે બતાવી
રશ્મિકા મંદાના અને કેટરીના કૈફ બાદ હવે ડીપફેક મામલામાં સારા તેંડુલકરનું નામ પણ સામેલ થઈ ગયું છે. સચિન તેંડુલકરની દીકરીની એક ફેક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રશ્મિકા અને કેટેરીના બાદ સારા તેંડુલકર સાથે પણ બન્યો બનાવ ડીપફેકનાં મામલામાં સારા તેંડુલકર પણ બાકી નથી રહી
બોલિવૂડની અનેક એક્ટ્રેસની ફોટોશોપ્ડ, મોપ્ડ અને ડીપફેક જેવી ફોટોઝ અને વીડિયોઝ સામે આવતી રહે છે. હાલમાં જ રશ્મિકા મંદાનાની એક ફેક વીડિયો વાયરલ થઈ હતી. આ બાદ કેટરીના કૈફ પર ફંસાઈ હતી. હવે આ લિસ્ટમાં વધુ એક નામ જોડાઈ ગયું છે. આ નામ છે સચીન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર!
વાયરલ થયો સારા તેંડુલકર અને શુભમન ગિલનો ફેક ફોટો
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ફોટોમાં સારા તેંડુલકર, ઈંડિયન ક્રિકેટર શુભમન ગિલનાં ગળામાં હાથ રાખેલી નજરે પડે છે. આ ફોટો ધોની પોપા નામના એક યૂઝરે શેર કરી છે. સાથે જ કેપ્શનમાં લખ્યું છે કે,’ સારાએ કંફર્મ કરી દીધું કે તે શુભમન ગિલને ડેટ કરી રહી છે.’ આ પોસ્ટ બાદથી જ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હી છે. જો કે આ ફોટોમાં અન્ય યૂઝરે કમેન્ટ કરીને ડીપફેક મામલા વિશે જાણકારી આપી. યૂઝરે સારાની ઓરિજનલ ફોટોને શેર કરીને જણાવ્યું કે આ ફોટો ફેક છે. સારા શુભમન ગિલને નહીં પોતાના ભાઈ અર્જુન તેંડુલકર સાથે નજર આવી રહી છે.
ભાઈ અર્જુન સાથે શેર કરી હતી ફોટો
સારાએ આ ફોટો પોતાના ઈંસ્ટાગ્રામ પર પોતાના ભાઈનાં 24માં બર્થડે પર પોસ્ટ કરી હતી. રિયલ ફોટોમાં અર્જુન ખુરશી પર બેઠેલા છે અને સારા તેને સાઈડ હગ કરતી નજરે પડે છે. આ દરમિયાન બંને ભાઈ-બહેન સ્માઈલ કરી રહ્યાં છે. આ ફોટોને કોઈએ ડીપફેક કરીને શુભમનનો ચહેરો ફીટ કરી દીધો જેના કારણે રૂમર્સ ફેલાવા લાગ્યાં.