વિવાદ ક્વિન રાખી સાવંત હવે દીપક કલાલ સાથે પ્રભૂતામાં પગલા માંડવા જઈ રહી છે. મેરેજ પહેલાં રાખીએ વર્જિનિટી સર્ટીફીકેટ( પવિત્રતાનું પ્રમાણપત્ર) મેળવ્યું છે. આ સર્ટીફીકેટને દીપકે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને લખ્યું છે કે -“@rakhisawant2511 You Made Me Proud Baby…રાખી પવિત્ર છે. આ સર્ટીફીકેટને જોઈ એવું લાગે છે કે આ કપલ પબ્લીસિટી માટે ગમે તે હદે જઈ શકે છે.
હાલ દીપક કલાલ ઈન્ડીયા ગોટ ટેલેન્ટમાં ટોપ પર છે અને હેડલાઈન્સ બની રહ્યા છે. તાજેતરમાં બન્નેએ કંકોત્રી પણ સોશિયલ મીડિયામાં શેર કરી હતી. કંકોત્રીમાં લખ્યું છે કે બન્ને 31મી ડિસેમ્બરે લોસ એન્જલસમાં લગ્ન કરવા જઈ રહ્યા છ. રાખીએ મીડિયામાં લગ્નની વાતને કન્ફર્મ પણ કરી છે અને કહ્યું કે આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે. લગ્ન સમારંભમાં બાલિવૂડની હસ્તીઓને ઈન્વીટેશન આપવામાં આવ્યું છે.
રાખીનું કાર્ડ જોઈ લાગી રહ્યું છે કે જાણે એણે ફરી વાર કોઈ મજાક કરી છે. આ પૂર્વે પણ સ્વંયવર રચીને લગ્ન કર્યા ન હતા. કાર્ડમાં અંગ્રેજી પણ ખોટી રીતે લખવામાં આવી છે. વેડીંગ વેન્યુ પણ લોસ અન્જલસનું બતાવવામાં આવ્યું છે. કાર્ડમાં લખવામાં આવ્યું છે કે પ્રેમ કરનારી બે વ્યક્તિ એક થઈ રહી છે અને વાયદો કરી રહ્યા છે કે હંમેશ પ્રેમ કરશે.
રાખી અગાઉ પણ અનેક વિવાદોમાં સપડાઈ ચૂકી છે. સેક્સ બોમ્બ અને આઈટમ ગર્લ તરીકેની ઈમેજ ઉભી કરનારી રાખીનો આ પ્રેમ કેટલો પાકટ છે તે તો આવનાર સમય જ કહેશે.