ઈન્ટરનેટ સેન્સેશન પ્રિયા પ્રકાશ વારિયરે આંખો મટકાવવાના વિંક એક્ટ દ્વારા પ્રસિદ્ધ હાંસલ કરી હતી. દિવાળી ટાણે ફોટો-શેરિંગ સાઇટ Instagram પર તેની નવી તસવીર શેર કરી હતી. નવીનતમ ફોટોમાં, પ્રિયા પ્રકાશ દેશી અવતારમાં જોવા મળેછે. ગોલ્ડન ગ્રીન લહેંગામાં તેનું સૌંદર્ય જોઈને હર કોઈ નજર હટાવી શકે નહીં.
ચમકદાર એરિંગ સાથે તેની હેરસ્ટાઈલ ઈન્સ્ટાગ્રામ પર ટ્રોલ થઈ હતી. તેણે મલ્ટીકલર પટ્ટાવાળા ક્લચ સાથે તે અદ્દભૂત લાગી રહી છે. પ્રિયાના પોશાકે તેની ફિમેલ ફેન્સને ઘેલું લગાડ્યું છે. નિર્દોષતાના ભાવ સાથેનો ચહેરો આકર્ષક લાગી રહ્યો છે.
પ્રિયાએ ઓરું આદર લવમાં માત્ર નયન મટક્કા કરીને ઈન્ટરનેટ પર ધમાલ કરી મૂકી હતી. ચર્ચા છે કે પ્રિયા બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે અને કરણ જોહર પ્રિયાને લોન્ચ કરવા જઈ રહ્યા છે.
ઓરુ આદર લવ ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં પ્રિયાની ફેન ફોલોવીંગમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. ઓરુ આદર લવમાં પ્રિયાની સાથે રોશન અબ્દુલ રહુફ, સિયાધ શાહજહાં અને નૌરીન શરીફે ભૂમિકા કરી હતી. ફિલ્મના ગીતને લઈ ભારે વિવાદ થયો હતો અને ઈશ નિંદાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે કેસ ફગાવી દીધો હતો.