પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના લગ્ન બાદ મંગળવારે દિલ્હીમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ મહેમાન બન્યા હતા. પીએમ મોદીએ આ નવપરણિત કપલને શુભકામના પાઠવી હતી.
રિસેપ્શનમાં પ્રિયંકા સાથે તેના સસુર પૉલ જોનાસ, સાસુ ડેનિસ જોનાસ, માતા મધુ ચોપડા સહિત સમગ્ર પરિવાર નજર આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે પ્રિયંકા અને નિક જોનાસે પહેલી અને બીજી ડિસેમ્બરે જોધપુરના ઉમ્મેદ પેલેસમાં ખ્રિસ્તી અને હિંદુ રીતિ રિવાજોથી લગ્ન કર્યા હતા.