Hania Amir -શાહરૂખ ખાનના ચાહકો દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં હાજર છે. તેના ચાહકો સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટી સુધીના છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ શાહરૂખ ખાનની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. પાકિસ્તાનની સૌથી લોકપ્રિય અને ક્યૂટ એક્ટ્રેસ હાનિયા આમિર પોતે શાહરૂખ ખાનની ફેન છે. શાહરૂખ ખાનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ જવાન બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મની વાર્તાથી લઈને તેના ગીતો સુધી દરેકને તે પસંદ આવી રહી છે. અત્યાર સુધીમાં તમે જવાન ફિલ્મના ગીત ‘ચલેયા’ પરના ઘણા વાયરલ ડાન્સ વીડિયો જોયા હશે. હાનિયા આમિર પણ આ ગીત પર ડાન્સ કરતા પોતાને રોકી શકી નથી.
હાનિયા આમિરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે જવાન ફિલ્મના ગીત ‘ચલેયા’ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. હાનિયાએ શનિવાર રાતનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે શાહરૂખ ખાનના ગીત ચલેયા પર ડાન્સ કરી રહી હતી. હાનિયાએ પોતાના મિત્રો સાથે મસ્તી કરતી તસવીરો પણ પોસ્ટ કરી છે. હાનિયાએ પોસ્ટ કરેલા વીડિયોમાં તેણે તેના મિત્રો યશલ શાહિદ, આશિર વજાહત, નાયલ વજાહત સાથે ચલિયા પર ડાન્સ કર્યો હતો.
View this post on Instagram
પોસ્ટ શેર કરતી વખતે Hania Amir એ ફક્ત ‘નાસ્ટી’ લખ્યું હતું. આ વીડિયો પર ચાહકોની પ્રતિક્રિયાઓ પણ આવી હતી. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘તમારા ચહેરા પરનું સ્મિત જ બધું છે! અલ્લાહ તમને ખરાબ નજરથી બચાવે અને તમને સુરક્ષિત રાખે. આમીન’. તો બીજાએ લખ્યું, ‘ડાન્સ ખૂબ જ ક્યૂટ છે. અમે તમને શાહરૂખ ખાન સાથે ફિલ્મમાં જોવા માંગીએ છીએ. તમને જણાવી દઈએ કે, હાનિયા પોતે શાહરૂખ ખાનની મોટી ફેન છે. ઓગસ્ટમાં, હાનિયાએ પોતાનો એક વિડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે શાહરૂખ ખાનના પોપ્યુલર સિગ્નેચર સ્ટેપમાં હાથ ફેલાવતી જોવા મળી હતી.