કોરોના વાયરસ મહામારી સામે આખી દુનિયા ઝઝૂમી રહી છે. આ મહામારી સામે લડવા માટે ફંડ એકઠું કરવામાં આવી રહ્યું છે. તમામ બોલિવુડ સેલેબ્સ મદદ માટે આગળ આવ્યા છે અને તેમણે મોટી રકમ દાન કરી છે. આ દરમિયાન ફિલ્મમેકર સુભાષ ઘાઈએ પોતાની લેટેસ્ટ ટ્વિટમાં પીએમ મોદીને સવાલ કર્યા છે. ટ્વિટમાં સુભાષ ઘાઈએ હાલના સમયનો ઉલ્લેખ કર્યો જેના મારથી આખી દુનિયા અને ભારત ખરાબ રીતે અસરગ્રસ્ત થયું છે.
સુભાષ ઘાઈએ સવાલ કર્યો કે, શું તમામ મંદિરોએ સરકારને ફંડ દાનમાં ન આપવું જોઈએ? સુભાષ ઘાઈએ ટ્વિટમાં લખ્યું, “શું આપણા ભગવાનના મંદિરો પાસે જવાનો આ યોગ્ય સમય નથી? ખૂબ સોનું ધરાવતા સંપન્ન મંદિરોએ સરકારની મદદ કરવી જોઈએ અને પોતાનું 90 ટકા સોનું લોકોની મદદ માટે દાન કરી દેવું જોઈએ. તેમને આ બધું ફક્ત ભગવાનના નામે જ લોકો પાસેથી મળ્યું છે ને?” આ ટ્વિટ સાથે ફિલ્મમેકરે પ્રધાનમંત્રી કાર્યાલયને ટેગ કર્યું છે. સુભાષ ઘાઈનું ટ્વિટ મોટાભાગના લોકો સુભાષ ઘાઈના આ ટ્વિટનું સમર્થન કરી રહ્યા છે.
સાથે જ ચર્ચ અને મસ્જિદોને પણ આમ કરવાની સલાહ આપી છે. તો કેટલાક લોકો એવા પણ છે જેમણે આ મુદ્દે સુભાષ ઘાઈને આડેહાથ લીધા છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં સુભાષ ઘાઈએ જણાવ્યું હતું કે, “લોકડાઉનના કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ભારે નુકસાન થયું છે. હું આ વાત નકારી નથી શકતો કે આર્થિકે રૂપે લોકડાઉનને અમને ખૂબ અસર કરી છે. આ અમારા મોટો ઝટકો હતો પરંતુ અમે સાથે મળીને લડીશું. અમે સિનેમા ફરી ખુલે તેની રાહ જોઈ રહ્યા છે. અમે ફરીથી ફિલ્મો રિલીઝ કરીશું.”