મુંબઈ : નેટફ્લિક્સે તેમની આગામી ફિલ્મ ‘મોનિકા, ઓ માય ડાર્લિંગ’ (Monica, O My Darling) ના મહત્વના પાત્રોનો ફર્સ્ટ લુક રજૂ કર્યો છે. ફર્સ્ટ લુકની સાથે સાથે મેકર્સએ ફિલ્મની લીડ કાસ્ટની પણ જાહેરાત કરી છે. આ ફિલ્મમાં રાધિકા આપ્ટે, હુમા કુરેશી, રાજકુમાર રાવ અને સિકંદર ખેર જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન વસન બાલા કરશે, જે અગાઉ હર્ષવર્ધન કપૂર અને રાધિકા આપ્ટેની ફિલ્મ સ્પોટલાઇટનું દિગ્દર્શન કરી ચુક્યા છે.
નેટફ્લિક્સે સોશિયલ મીડિયા પર ફિલ્મની લીડ કાસ્ટનો પહેલો લુક શેર કર્યો છે. જોકે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સે આ ફિલ્મની વાર્તા અથવા પ્લોટ વિશે વધુ ખુલાસો કર્યો નથી.
બીજી બાજુ, રાધિકા આપ્ટેએ આ ફિલ્મના સેટ પરથી એક સીન (બીટીએસ વીડિયો) વીડિયો શેર કર્યો છે, જેમાં રાધિકાએ લખ્યું છે કે, ‘સીન, સેટ સ્વેગ, સેટ, મોનિકા, ઓ માય ડાર્લિંગ હવે શૂટ થઈ રહ્યું છે.’
https://twitter.com/radhika_apte/status/1420266541124263940?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1420266541124263940%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fhindi.news18.com%2Fnews%2Fentertainment%2Fbollywood-nextflix-shares-first-look-of-radhika-apte-huma-qureshi-rajkummar-rao-from-monica-o-my-darling-noddv-3672839.html
કાસ્ટની વાત કરીએ તો રાજકુમાર રાવ છેલ્લે ફિલ્મ ‘રૂહી’ માં જોવા મળ્યા હતા. જ્યારે રાધિકા આપ્ટેએ ‘રાત અકેલી હૈ’માં તેના અભિનય માટે ખૂબ પ્રશંસા મેળવી છે. તે જ સમયે, હુમા કુરેશી તેની વેબ સિરીઝ ‘મહારાણી’ ને કારણે સતત હેડલાઇન્સમાં રહી હતી.