મુંબઈઃ તાજેતરમાં એક પ્રસિદ્ધ અભિનેત્રીનું કોરોનાના કારણે મોત થયાના સમાચાર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા. ત્યારે હવે વધુ એક અભિનેતાના મોતના સમાચાર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર અચાનકથી શક્તિમાન ફેમ મુકેશ ખન્નાની મોતની ખબર આવવા લાગી જેને સાંભળી ફેન્સમાં પરેશાની વધી ગઈ. પરંતુ આ માત્ર અફવા છે જેનું ખંડન પોતે મુકેશ ખન્નાએ કરી દીધું.
એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતા મુકેશ ખન્નાએ કહ્યું કે, ફેસબુક પર માટી મોતના સમાચાર ચાલી રહ્યા છે. ફેન્સને કહી દેવો કે હું એકદમ સ્વસ્થ છું અને પુરી રીતે સુરક્ષિત છુ. કોઈ પણ અફવાઓ પર વિશ્વાસ ન કરો. મને સતત ફોન કોલ્સ આવી રહ્યા છે. અહીં હું મારી બહેન માટે આઇસીયુ બેડ શોધી રહ્યો છુ. દિલ્હીમાં મારી બહેન માટે આઇસીયુ બેડની જરૂરત છે, એની જ શોધમાં લાગેલો છું.
કોરોના કાળમાં સાવધાની પર મુકેશ કહે છે, હું પુરી રીતે નિયમોનું પાલન કરી રહ્યો છું. એક વર્ષથી કોઈ પાર્ટી ફંક્શનમાં ગયો નથી. સોશિયલ ડિસ્ટન્સનું પણ ધ્યાન રાખી રહ્યો છુ. મેં બંને ડોઝ વેક્સિન લઇ લીધી છે. ઇચ્છુ છું કે તમામ ફેન્સ પણ નિયમ કાયદાનું પાલન કરે.
મુકેશ ખન્નાએ પોતાનો એક વિડીયો જારી કરતા પોતાના ફેન્સને નિશ્ચિત કર્યા કે તેઓ એકદમ સારા છે. વિડીયોમાં એકત્ર બોલે છે, ‘હું એ વાત જણાવવા માટે તમારી સમક્ષ આવ્યો છું કે હું એકદમ સારો છું અને મને અફવાઓનું ખંડન કરવા માટે કહેવામાં આવ્યું છે અને હું ખંડન સાથે આને વખોડું પણ છું. જે રીતે લોકો ઝેર ફેલાવી રહ્યા છે, આ સમસ્યા સોશિયલ મીડિયાની છે.
હું તમને જણાવી દઉં કે હું પુરી રીતે સ્વસ્થ છું અને તમારા આશીર્વાદ મારી સાથે છે. મારી સાથે વધુ જયારે આર્શીવાદ છે તો ફરી કોઈ મારુ શું બગાડી શકે છે. મને ખુબ કોલ્સ આવી રહ્યા છે. માટે મને લાગ્યું કે દર્શકોને જણાવી દેવું જોઈ કે હું એકદમ સારો છું. આભાર.