રણદીપ હુડ્ડાના લગ્ન પછી હાલમાં એક તસવીર સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થઇ રહી છે. આ તસવીરમાં રણદીપ હુડ્ડા પત્ની લીન સાથે નજરે પડી રહ્યા છે. આ તસવીર જોયા પછી ફેન્સને અનેક જાતના સવાલો થઇ રહ્યા છે. અને લીન લગ્ન પહેલા જ પ્રેગનન્ટ હોવાની જોરદાર અટકળો થઈ રહી છે,
હાઇવે ફેમ એક્ટર રણદીપ હુડ્ડા લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ લિન લેશરામ સાથે લગ્ન કરી લીધા છે. બે દિવસ પહેલાં કપલે મણિપુરી સ્ટાઇલમાં લગ્ન કર્યા. રણદીપ હુડ્ડા અને એક્ટ્રેસ લીન લેશરામની લગ્નની તસવીરો હાલમાં ખૂબ વાયરલ થઇ રહી છે. લગ્ન કરીને કપલ મુંબઇ પાછા ફર્યા છે ત્યારની એક તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે. પ્રાઇવેટ સેરેમનીમાં થયેલા રણદીપના લગ્ન હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. જો કે આ ફોટો જોઇને ફેન્સને શક થવા લાગ્યો છે.
રણદીપ હુડ્ડા અને લીન લેશરામના લગ્ન પછીની એક તસવીર સામે આવી છે. આ તસવીરમાં કપલ ખૂબ ક્યૂટ લાગે છે. હંમેશાની જેમ સેમી કેઝ્યુઅલ લુકમાં કપલ જોવા મળ્યું. જ્યાં લીન લેશરામે પિંક અને ગોલ્ડન કલરનો હેવી સૂટ કેરી કર્યો છે. સામે આવેલી આ તસવીરમાં લીન લેશરામના પેન્ટ પર હાથ છે અને એ થોડી મોટી દેખાઇ રહી છે . આ કારણે ફેન્સને એક સવાલ થાય છે કે રણદીપની પત્ની પહેલાંથી પ્રેગનન્ટ તો નથી ને?
સોશિયલ મિડીયામાં આ વિશે લોકો જાતજાતની કોમેન્ટ્સ કરી રહ્યા છે. આ સાથે લોકો કપલને અભિનંદન પાઠવી રહ્યા છે. જ્યારે બીજા લોકો કોમેન્ટ્સ કરી રહ્યા છે કે આ નવી ફેશન છે…પ્રેગનન્ટ થયા પછી લગ્ન કરવા. જ્યારે બીજી એક કોમેન્ટ્સમાં લખ્યુ છે કે અભિનંદન..તમે પ્રેગનન્ટ છો એમ દેખાઇ રહ્યું છે, મિસ્ટર અને મિસેજ હુડ્ડાને બધાઇ!