મુંબઈ : બિગ બોસ ફેમ રાહુલ વૈદ્ય આજકાલ તેમના સ્ટારડમની ખૂબ મજા લઇ રહ્યો છે. ઇન્સ્ટા પર રાહુલના ફોલોઅર્સ 2 મિલિયન સુધી પહોંચી ગયા છે. જેના કારણે રાહુલ તેની પત્ની સાથે લાઇવ આવ્યો અને ચાહકોને તેમના પ્રેમ માટે આભાર માન્યો.
આ ખાસ પ્રસંગે રાહુલે ચાહકો સાથે એક સુંદર કેક કાપી અને એક ગીત પણ ગાયું. જેનો વીડિયો તેણે તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યો છે. રાહુલે આ સાથે લખ્યું. 2 મિલિયનની ફેમેલી હોવા બદલ આભાર. તેમ છતાં તમે મને જે પ્રેમ આપ્યો છે તે કોઈ પણ સંખ્યા કરતા વધારે છે.
ઈન્સ્ટા પર 2 મિલિયન ફોલોઅર્સ હોવાની ખુશીમાં રાહુલે પણ પોતાના ફેન્સ માટે સમય કાઢ્યો અને પત્ની દિશા પરમાર સાથે લાઈવ આવ્યો. બંને વચ્ચે ખૂબ જ મીઠી કેમિસ્ટ્રી જોવા મળી હતી. આ દરમિયાન રાહુલ-દિશાએ ચાહકોના ઘણા સવાલોના જવાબ પણ આપ્યા હતા. ત્યારે એક ચાહકે પૂછ્યું, ‘દિશાએ કેમ માંગમાં સિંદૂર લગાવ્યું નથી? તેમણે લાઈવ સેશનમાં જ દિશાની માંગમાં સિંદૂર લગાવવા જણાવ્યું હતું. ચાહકના સવાલ પર દિશાએ કહ્યું કે ‘હવે આ ફ્રેમમાંથી બહાર નીકળવું વધારે સારું’. આ પર રાહુલે તેનો હાથ પકડ્યો અને કહ્યું કે મને આ બાબતથી કોઈ ફરક પડતો નથી. ‘તમારે લોકોએ તેની ચિંતા કરવાની જરૂર નથી’.
આ પછી બીજા એક પ્રશંસકે દિશાને તેના લગ્નની રીંગ બતાવવાની વિનંતી કરી. આ અંગે દિશાએ કહ્યું કે તેણે પોતાની વીંટી પહેરી નથી. આ સાંભળીને રાહુલ પણ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે કહ્યું, ‘તમે લગ્નની વીંટી પણ નહોતી પહેરી .. ઓહ ગોડ.’ આ અંગે દિશાએ કહ્યું, ‘બેબી હું કામ કરતી હતી, તો મેં તેને ઉતારી હતું અને પછી તે પહેરવાનું ભૂલી ગઈ’. આ પછી દિશા હસી પડી અને બોલી, ‘સાંભળો, તમે અમને 11 મા દિવસે જ ઝઘડો કરાવશો ?’ અને પછી રાહુલે પણ હસીને કહ્યું, ‘આજ કાલની પત્નીઓ …