પ્રસિદ્ધ બોલિવૂડ લેખક, દિગ્દર્શક, નિર્માતા અને અભિનેતા અનુરાગ કશ્યપ તેની ફિલ્મ કેનેડી અને ભૂતકાળમાં નાદુરસ્ત તબિયતને કારણે ચર્ચામાં છે. અનુરાગે એક મુલાકાતમાં તેના સ્વાસ્થ્ય વિષે ખુલી ને વાત કરી હતી અને એમ પણ ઉમેર્યું હતું કે તે ક્યારેય શાહરૂખ ખાન અને રણબીર કપૂર જેવા સુપરસ્ટાર સાથે કામ કરવા માંગતો નથી. આ એક્સક્લુઝિવ વીડિયો ઈન્ટરવ્યુમાં અનુરાગ કશ્યપ એ પોતે બોલિવૂડના સુપરસ્ટાર્સથી કેમ અંતર બનાવી રહ્યો છે તે પણ વિગતે જણાવ્યું હતું.
આ દિવસોમાં અનુરાગ કશ્યપ નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ ‘કસ્તુરી’ની રિલીઝમાં પૂરા દિલથી કામ કરી રહ્યા છે. આ ફિલ્મ સમાજમાં પ્રવર્તમાન ભેદભાવને દૂર કરવા માટેનો એક નોંધપાત્ર પ્રયાસ છે. ફિલ્મ ‘કસ્તુરી’ 8 ડિસેમ્બરે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. અનુરાગ કશ્યપના આ ખુલાસા અને ચર્ચા થી બોલીવુડ માં હડકંપ મચી ગયો છે. જો કે આ ફિલ્મ નિર્માતા પોતાના આખાબોલા સ્વભાવ થી જાણીતા છે.